Vishesh Swachchta Abhiyan: જિલ્લા કક્ષાનો સાફસફાઈ અભિયાનમાં કલેકટર જોડાયા
સિંગલ યુઝ પ્લાસ્ટિકના દુષણને દૂર કરવા અપીલ
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને તા. ૧૪ જાન્યુઆરી થી તા. ૨૨ જાન્યુઆરી, સુધી તમામ ધાર્મિક્સ્થળો, પૂજા સ્થાનો અને મંદિરોની આસપાસના પરિસરમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” ચલાવવાનું આહવાન કર્યું હતું.
જેના ભાગરૂપે જિલ્લા કક્ષાનો સફાઈ કાર્યક્રમ ઓલપાડના સરસ ગામે રામજી મંદિરમાં કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર આયુષ્ય ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બી.કે વસાવાની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ તથા પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક્સ્થળો, પૂજા સ્થાનો અને મંદિરોની આસપાસના પરિસરમાં “વિશેષ સ્વચ્છતા અભિયાન” ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે સમગ્ર જિલ્લામાં આ અભિયાન ચાલી રહ્યું છે.
Vishesh Swachchta Abhiyan: કલેકટરે રામજી મંદિર અને સિદ્ધનાથ મહાદેવના કર્યા દર્શન
ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થઇ છે. સમગ્ર રાજ્યમાં રામમય મહોત્સવનો માહોલ જામ્યો છે. ઠેર ઠેર શોભા યાત્રા, ધાર્મિક પૂજા, અર્ચના સહીતનાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા કક્ષાનો સફાઈ અભિયાન કાર્યક્રમ ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ રામજી મંદિરે કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવાંમાં આવ્યું હતું. જેમાં કલેકટરે રામજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સ્વચ્છતા અભિયાનનાં જોડાયા હતા. જાતે મંદિર પરિસરની સફાઇ કરીને લોકોમાં એક ઉત્તમ સંદેશ આપ્યો હતો અને એમને સ્વચ્છતાની સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા સૌ લોકોને અપીલ પણ કરી હતી.
જિલ્લા કલેકટરે સરસ ગામે રામજી મંદિર ની સાફસફાઈ કરી
સ્વચ્છ ભારત મિશન થકી વડાપ્રધાનની સમગ્ર દેશમાં સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી છે. ૨૨મી -જાન્યુઆરી સુધી સુરત શહેર જલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરાયું છે. અને આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના તમામ મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ કરાયો હતો અને નાગરિકોના આ ઉત્સવમાં સ્વચ્છતાના માધ્યમથી ભાગ લઇ રહ્યા છે.
જિલ્લા કલેકટરે ઓલપાડના સરસ ગામે રામજી મંદિર ની સાફસફાઈ કર્યા બાદ રામજી મંદિરના દર્શન કરી. નજીકમાં આવેલા અતિ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા પોહ્ચ્યા હતા.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંદેશ મુજબ સ્વચ્છતા ત્યાં પ્રભુતા પ્રમાણે દેશને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા આ અભિયાન જરૂરી છે સમગ્ર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં રામ મંદિર નિમિત્તે ધાર્મિક સ્થળોની સફાઈ કામગીરી કરવા માટે અનેરો ઉત્સાહ છવાયો હતો.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :