Vehicle Blacklisting: સુરતથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી અને અંધેર વહીવટના આક્ષેપ થયા છે. ગુજરાતના દસ લાખ જેટલા વાહન ચાલકોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ કરાયા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને કરી છે. રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને અઢી વર્ષ બાદ વાહન-વ્યવહાર વિભાગે બ્લેકલીસ્ટ કરતા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
નજીવી રકમ બાકી હોવાનું જણાવી વાહનો બ્લેકલિસ્ટ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકના વાહનને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. માત્ર કોંગ્રેસ નેતા દર્શન નાયકના વાહનને નહીં પરંતુ ગુજરાતના દસ લાખ જેટલા આવા વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ દર્શન નાયકએ કર્યા છે. દર્શન નાયકએ આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ 2021ની પહેલી એપ્રિલથી આરટીઓ કચેરીએ રજિસ્ટ્રેશન થયેલા વાહનોને સોફ્ટવેરમાં બ્લેકલીસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. માત્ર 240 રૂપિયા જેટલી નજીવી રકમ બાકી હોવાનું સોફ્ટવેરમાં જણાવી આવા વાહનોને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના વાહનો ચાલકોને તો ખ્યાલ પણ નથી કે તેઓના વાહનોને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા છે. મારા પોતાના વાહનને બ્લેકલીસ્ટ કરવાની સાથે અન્ય વાહન ચાલકોના વાહનોને પણ બ્લેકલીસ્ટ કર્યાની ફરિયાદ મારી સમક્ષ આવી છે. જે વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી થતી થાય છે.
2021 ના કેન્દ્ર સરકારના પરિપત્રનું પાલન નહીં કરતું વિભાગ
કેન્દ્રના વાહન વ્યવહાર વિભાગનો જે પરિપત્ર હતો, તે વર્ષ 2021 પછીનો છે, જેમાં રજિસ્ટ્રેશન ફી માં સુધારો-વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું અમલીકરણ કરવામાં ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર વિભાગ, તેના અધિકારીઓ તેમજ વાહન-વ્યવહાર મંત્રી નિષ્ફળ સાબિત થયા છે અથવા તો ધ્યાન આપવામાં આવ્યું નથી. જે ગંભીર બેદરકારીના કારણે ગુજરાતના દસ લાખ વાહનચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે પણ મોટાભાગના વાહન ચાલકોને તે અંગેની જાણકારી નથી કે તેઓના વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આટલી ગંભીર બેદરકારી હોવા છતાં અધિકારીઓ સામે તપાસ કરાવવા તેમજ કાર્યવાહી કરવાના બદલે સરકાર દોષનો ટોપલો વાહન ચાલકો પર થોપી રહી છે.
Vehicle Blacklisting: નોટિસ શુદ્ધા પાઠવ્યા વિના વાહનોને બ્લેક લિસ્ટ કરાયા
અઢી વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું અને વાહનચાલકોને બ્લેક લિસ્ટ કરી પ્રતિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની શાખને હાની પહોંચાડવાનું કાર્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જે વાહનોને બ્લેક લિસ્ટ કરાયા છે તેઓને નોટિસ શુદ્ધા પાઠવવામાં આવી નથી. સૌથી ગંભીર બાબત તો એ બનીને સામે આવી છે કે જો વાહનનું અકસ્માત થાય, વાહન ટ્રાન્સફર કરાવવું હોય અથવા તો અકસ્માતના સમયે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ચોક્કસથી ઉઠી રહ્યા છે. સરકાર સમક્ષ આ પ્રશ્ન આવ્યો છતાં શા માટે કોઈ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં ન આવ્યા તે પણ એક સવાલ છે.
માત્ર વાહનોને બ્લેકલીસ્ટ કરી સમસ્યાનું સમાધાન લાવવાથી કોઈ ઉકેલ આવતો નથી. અઢી વર્ષ બાદ સરકાર અને વિભાગને બ્રહ્મજ્ઞાન થયું તે બદલ હું અભિનંદન પાઠવું છું. પરંતુ જે દસ લાખ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાવવા જોઈએ તેવી લોકોની અને તમામ બ્લેકલીસ્ટ કરાયેલા વાહન ચાલકોની માંગ છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: