INDIA NEWS GUJARAT : બનાસકાંઠાના વિભાજન બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ પ્રથમ વખત તેમના મતવિસ્તારમાં આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ એ કહ્યું હતું કે આ વિભાજન નથી નવા જિલ્લા ના નિર્માણનું કામ છે.
બનાસકાંઠા જિલ્લામાં બે ભાગોમાં વિભાજન થતાં થરાદ જિલ્લામાં આઠ તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાના છ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના પગલે કાંકરેજ, ધાનેરા તેમજ દિયોદર માં વિરોધ જોવા મળી રહ્યો હતો તેવા સમયે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમના મતવિસ્તારમાં સોમવારે આવ્યા હતા જેથી લાખણી થરાદ, વાવ ,સુઈ ગામ,ભાભર સહિતના લોકો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી પડ્યા હતા ને વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાખણી ખાતેથી 101 ઢોલ અને 100 તે વધુ બહેનો દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી હતી. તેમજ સમર્થકો દ્વારા જેસીબી ઉપર ચઢી વિધાનસભા અધ્યક્ષ ઉપર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભા અધ્યક્ષ એ જણાવ્યું હતું કે મીડિયાએ વિભાજન ચલાવ્યું છે તે વિભાજન નથી પરંતુ નવા જિલ્લાનું નિર્માણ થયું છે
જેના થકી જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં અધિકારીઓનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે તે જ પ્રકારે થરાદ જિલ્લામાં પણ અધિકારીઓનો સ્ટાફ મુકાશે જેના થકી લોકોને 100 થી 150 km નું અંતર કાપી સરકારી કચેરીના કામ માટે જવું પડતું હતું તેમાં પણ લોકોને રાહત મળશે તેમજ ગ્રાન્ટમાં પણ જિલ્લાને ફાયદો થશે તેમજ ભારત માલા પ્રોજેક્ટ થકી થરાદ નો વિકાસ થશે અને વાવ અને થરાદ રાજ્ય અને દેશના પાટનગર સાથે જોડાશે જેથી વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.