HomeGujaratVan Setu Chetna Yatra: યાત્રા તેના પ્રથમ દિવસે પહોંચી તાપી, ભવ્ય રીતે...

Van Setu Chetna Yatra: યાત્રા તેના પ્રથમ દિવસે પહોંચી તાપી, ભવ્ય રીતે સ્વાગત કરાયું – INDIA NEWS GUJARAT

Date:

Van Setu Chetna Yatra: તાપી જિલ્લામાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
વન પર્યાવરણ મંત્રી રહ્યા ઉપસ્થિત
આદિમજૂથના લોકો સુધી લાભ પહોંચાડવાનું આયોજન

સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’ નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છ. યાત્રા તેના પ્રથમ દિવસે સાંજે તાપી જિલ્લાના સોનગઢના ચિમેર, અને ત્યાર બાદ કણજી ગામ તથા સોનગઢ નગર ખાતે પહોંચી હતી. તાપી જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

સરકાર દ્વારા આદિવાસી તથા વન સંરક્ષણ માટે વિવિધ યોજના

મુખ્યમંત્રી એ પ્રારંભ કરેલ વન સેતુ ચેતના યાત્રા તાપી જિલ્લા ખાતે પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વર્ષ 2023-24 માટે રૂ.47,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિમજુથના લોકોને પીએમ જનમન યોજના થકી 27 હજાર પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા, અને તાપી જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

Van Setu Chetna Yatra

Van Setu Chetna Yatra: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજ્જવણી ને લઈ પ્રોત્સાહન

સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત 14થી આગામી 22મી જાન્યુઆરી સુધી તમામ તિર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ તરીકે લેવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ ત્યારે આગામી 22મીએ આપણા રાજ્ય સહિત તાપી જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.

Van Setu Chetna Yatra
Van Setu Chetna Yatra

આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રી, અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલ, અને આદિજાતી વિભાગના મંત્રી કુંવરજીભાઇ હળપતિની આગેવાની હેઠળ તથા બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુભાઇ વસાવા, ધારાસભ્ય ડો.જયરામભાઇ ગામીત, અને જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારી ઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર ગામ ખાતે ‘વન સેતુ ચેતના યાત્રા’ નો કાર્યક્રમ યોજાયો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

Astrology : આજનો રવિવાર તમારા માટે ખાસ છે, જાણો તમારી રાશિ શું કહે છે : INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Delhi AQI : દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધરી છે, પરંતુ AQI હજુ પણ ‘નબળી’ છે શ્રેણીમાં : INDIA NEWS GUJARAT

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories