HomeGujaratVan Setu Chetna Yatra: ગુજરાત મુખ્ય મંત્રી નવસારી જિલ્લાની મુલાકાતે, 1000 જેટલા...

Van Setu Chetna Yatra: ગુજરાત મુખ્ય મંત્રી નવસારી જિલ્લાની મુલાકાતે, 1000 જેટલા કિલોમીટરની યાત્રાનો કર્યો પ્રારંભ – INDIA NEWS GUJARAT

Date:

Van Setu Chetna Yatra: વાંસદાના ગાંધી મેદાન ખાતેથી કરવામાં આવ્યો યાત્રાનો આરંભ

અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લા ના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યો.

Van Setu Chetna Yatra: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવસારી પહોંચ્યા બાદ સૌથી પહેલા નવસારીના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ઉનાઈ ખાતે પહોંચતા જ હાજર લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા એમનું અભિવાદન કર્યું હતું. જય શ્રી રામના નારા લાગતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ નવસારી સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ત્યારે નવસારી સાંસદ સી.આર.પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું પણ આપ્યું હતું. સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાસદા તાલુકાના ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરીને માતા ઉષ્ણ અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ નવસારીના વાંસદાના ગાંધી મેદાનથી ખાતેથી કરાવ્યો હતો.

અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ

અંબાજીથી ઉમરગામ સુધીની વન સેતુ ચેતના યાત્રા રાજ્યના 13 જિલ્લા ના 25 તાલુકા થઈ 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાથી કરાવ્યું હતું. આ સમયે નવસારી સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ મુખ્યમંત્રી સાથે પહોંચ્ય હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતેમાં ઉષ્ણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો હતો અને સફાઇ કરી મોદીની અપીલનું અનુકરણ કરીને લોકોને સફાઇ પ્રત્યે જાગૃત થવા સાંકેતિક અપીલ કરી હતી.. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીજીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનરુદ્ધાર થવાનો છે, તેનું ખાત મુરહત કર્યુ પણ કર્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો:

Astrology : આજનો રવિવાર તમારા માટે ખાસ છે, જાણો તમારી રાશિ શું કહે છે : INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Delhi AQI : દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધરી છે, પરંતુ AQI હજુ પણ ‘નબળી’ છે શ્રેણીમાં : INDIA NEWS

SHARE

Related stories

Latest stories