Valsad To Ayodhya On Cycle: વલસાડ થી શરુ કરી 3 ભક્તોએ અયોધ્યા સુધી ની સાઇકલ યાત્રા
શ્રીરામ અને સનાતન ધર્મનો પ્રચાર કરતાં પહોંચશે
ભગવાન રામમાં પોતાની આસ્થા દર્શાવતા વલસાડના ત્રણ રામભક્તો સાયકલ પર 1453 કી. મી. જેટલું અંતર કાપી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચવા આજે સવારના વલસાડ નજીકના કોસંબા ભાગડાવડા રામજી મંદિરથી રવાના થયા છે. તેઓને માન સન્માન નિધિ સાથે મોકલવામાં આવ્યા હતા.
અંદાજે 1453 કી. મી. નું અંતર કાપસે આ રામ ભક્તો
સમગ્ર દેશના લોકોએ ભગવાન રામમાં તેમની આસ્થા દર્શાવવા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને માન આપવા માટે વિવિધ અને સર્જનાત્મક રીતો સાથે આવ્યા છે. તેમજ વલસાડ ના ભાગડાવડા તિથલ રોડ અને તરિયાવાડના ત્રણ યુવક એ શ્રીરામ જન્મભુમી અયોધ્યામાં શ્રીરામ ભગવાનના દર્શન કરવા સાઇકલ યાત્રા શરુ કરી. આ સાઇકલ યાત્રા આજે સવારના કોસંબા ભાગડાવડા રામજી મંદિર થી શરુ કરવામાં આવી હતી. આએ યાત્રિકોને અને માન સન્માન નિધિ સાથે મોકલવામાં આવ્યા હતા. આ ત્રણ રામ ભક્તો, નીલ એમ. પટેલ (ભાગડાવડા, ખાંજણ ફળીયા), કૌશિક આર. કીનારીવાલા (ગોયા તળાવ તિથલ રોડ), દેવ કે. પટેલ (તરિયાવાડ બંદરરોડ), અંદાજે પર 1453 કી.મી. અંતર કાપી રામ જન્મભૂમિ અયોધ્યા પહોંચશે.
૨૨મી જાન્યુઆરીના અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ રામનો જન્મભૂમિ અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા બાદ ભગવાન રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે. દેશભરના રામભક્તો દ્વારા ૨૨મી ના રોજ થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક ને કંઈક ચીજ વસ્તુઓ મોકલાવતા હોય છે. તો કેટલાક ભક્તો પગપાળા સાયકલ પર દર્શનનો લાભ લેવા માટે જતા હોય છે. આથી, આ સાયકલ સવારો અદ્ભુત પ્રયાસો પછી અયોધ્યા પહોંચશે અને ભગવાન રામના દર્શન કરશે અને ભક્તિમાં જોડાશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: