Corbevax Vaccination in School -131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ-India News Gujarat
- Surat શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં SMC આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની(Vaccination) કામગીરી શરૂ કરવામાં આવી હતી.
- હાલ બાળકો માટે કોર્બેવેક્સની(corbevax) વેક્સીનેશનના(Vaccination) ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે
- 12થી 14 વર્ષના બાળકોના વેક્સીનેશનની(Children Vaccination) કામગીરીનો SMC આરોગ્ય વિભાગ(Health Department)દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.
- શહેરમાં 125થી વધુ શાળાઓમાં SMC સ્ટાફ દ્વારા બાળકોના વેક્સીનેશની કામગીરીને પગલે ભુલકાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
- અત્યારસુધી સુધી શહેરના અલગ – અલગ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોર્બેવેક્સ(corbevax) વેક્સીનેશનનો Vaccination પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને સાંજ સુધી સંભવતઃ
- આ આંકડો 15 હજારને પાર કરી શકે છે.સુરત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાલના તબક્કે મરણપથારીએ પહોંચી ચુકી હોય તેમ સતત એક્ટીવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
- આ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા આજથી દેશભરમાં 12થી 15 વર્ષના બાળકોના વેક્સીનેશનની(Vaccination) કામગીરીની લીલી ઝંડી આપી દેવામાં આવતાં સુરત શહેરમાં પણ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા
- આજે શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં SMC આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
- હાલ બાળકો માટે કોર્બેવેક્સની (corbevax) વેક્સીનેશનના(Vaccination) ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોર્બેવેક્સ(corbevax) વેક્સીનના (Vaccination) 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા.
- હૈદ્રાબાદથી સુરત ખાતે 26મી ફેબ્રુઆરીના રોજ પહોંચેલા આ જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે આજથી તબક્કાવાર બાળકોના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
શહેરમાં 12થી 14 વર્ષના 1.95 લાખ બાળકો
- હાલ સુરત શહેરમાં 12થી 14 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે.
- Surat શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના (Vaccination) ડોઝની ફાળવણી કરવામાં આવી છે.
- જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે.
- સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.
તમે પણ આ વાંચી શકો છો –
તમે પણ આ વાંચી શકો છો –
Viral video : યાત્રીને તમાચો મારી દાદાગીરી કરતો ટી.ટી. નો વિડિઓ વાયરલ -India News Gujarat