યુનિવર્સિટીની પરીક્ષામાં paper leak મામલે તપાસનો આદેશ-India News Gujarat
સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી ઓફલાઇન પરીક્ષામાં એક સાથે પાંચ paper leak થવાની ગંભીર ઘટના બની હતી. જેમાં તપાસ માટે 14 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. તેમજ paper leakની સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.-Latest Gujarati News
- એક સાથે પાંચ પેપર થયા હતા લીક
- ઘટનાની ગંભીરતા જોઇ તંત્ર હરકતમાં આવ્યુ
- તપાસ માટે 14 સભ્યની કમિટી બનાવવામાં આવી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ટી વાય બીકોમના છઠ્ઠા સેમેસ્ટરના પાંચ paper leak થતા યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા બી.એ, બી.કોમની પાંચ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. આ મુદ્વે એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.અને કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આ paper leak કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ જે લોકોની સંડોવણી છે. તે તમામ વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ કાંડમાં સંડોવાયેલા તમામ લોકો ઉપર યુનિવર્સિટી તંત્ર દ્વારા ફોજદારી ફરિયાદ કરવામાં આવે અને તમામને હંમેશા માટે શિક્ષણ સંસ્થામાંથી હટાવવામાં આવે.-Latest Gujarati News
જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જે બાદ આ સમગ્ર મામલામાં 14 સભ્યોની તપાસ કમિટી બનાવી તપાસ શરુ કરવામાં આવી છે. 24 કલાક દરમિયાન પ્રશ્નપત્રો ભૂલથી કઇ રીતે ખૂલ્યા અને તે અંગે યુનિવર્સિટીને જાણ કેમ કરાઇ નહી તે સહિતના અનેક મુદ્દાઓ પર તપાસ થશે.કમિટીએ paper leak પ્રકરણ સાથે સંકળાયેલાઓને રુબરુ બોલાવી નિવેદન લેવાનું શરુ કર્યું છે. જે કાર્યવાહી હવે ચાલુ જ રહેશે અને રિપોર્ટ તૈયાર કરીને કુલપતિને સુપ્રત કરવામાં આવશે. ત્યાર બાદ આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. –Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: Testing will increase if Corona cases increase : કોરોનાના નવા વેરિઅન્ટનો ખતરો
તમે આ વાંચી શકો છો: Opening Bell :કારોબાર લાલ નિશાન નીચે સરક્યો