HomeGujaratઆણંદમાં રહેતા ધોરણ 12 પાસ યુવકે કરી અનોખી શોધ

આણંદમાં રહેતા ધોરણ 12 પાસ યુવકે કરી અનોખી શોધ

Date:

આણંદ : લોક ડાઉન દરમિયાન ઘરમાં રહીને નવરાશના સમયનો સદુપયોગ કરીને આણંદ પાસેના મોગરગામના માત્ર 12 ધોરણ સુધી ભણેલા યુવકે પોતાની આગવી કોઠાસુજથી જૂની બાઇકના એન્જીનનો ઉપયોગ કરી સંશોધન દ્વારા મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું છે જેનો ખેતીના વિવિધ કામોમાં ઉપયોગ કરી શકાય છે.

ખેતીની સીઝનમાં નાના ખેડૂતો પાસે ખેતરમાં ખેડ કરવા બળદ હોતા નથી,તેમજ ખેતી સમયે ટ્રેકટર પણ ભાડે મળતા નથી.જેને લઇ નાના ખેડૂતો સમયસર ખેતરમાં વાવણી કાપણી કરી સકતા નથી. ત્યારે આણંદના મોગર ગામના અને મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર હિરેનભાઈ જીતુભાઇ પટેલએ હાલમાં લોક ડાઉનના સમયનો સારો ઉપયોગ કરી પોતાની આગવી કોઠાસૂઝથી મીની ટ્રેક્ટરનું નિર્માણ કર્યું !!અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરના સંદેશને સાચા અર્થમાં સાકાર કર્યો છે.જી હા… બાઇકના એન્જીનમાંથી માત્ર 50 હજારના ખર્ચમાં બનાવ્યું છે મીનીટ્રેકટર।..હિરેન પટેલએ પોતાની પાસે પડેલા જુના બાઈકનું એન્જીન અને પૈડાનો ઉપયોગ કરી યૂટ્યૂબ પરસંશોધન કરી મીની ટ્રેક્ટરની ડિજાઇન તૈયાર કરી. વેસ્ટમાંથી મીની ટ્રેક્ટરની બોડી અને ડિજાઇન તૈયાર કરી માત્ર 50 હજાર રૂપિયાના ખર્ચમાં મીની ટ્રેકટર તૈયાર કર્યું ,અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરના સંદેશને સાચા અર્થમાં સાકાર કર્યો છે.

SHARE

Related stories

Latest stories