Unique Dance Of Rajasthan : મહિલાઓએ પણ લાઠીથી ગેર નૃત્યની મઝા માણી શીતળા સાતમે સમગ્ર સમાજ થાય છે એકત્રિત.
ગેર નૃત્ય મહોત્સવ યોજાયો હતો
આણંદ શહેરમાં રાજસ્થાની સરગરા સમાજનો ગેર નૃત્ય મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજસ્થાની મૂળનાં સરગરા સમાજનાં પરિવારોએ લાઠીથી ગેર નૃત્ય કરી રંગોનાં ઉત્સવની ઉજવણી કરી હતી.
Unique Dance Of Rajasthan : આનો લાભ આખા જિલ્લાને આવતા વર્ષે ઉત્સાહ અને પ્રવૃત્તિ લાવે
ધંધા વ્યવસાય અર્થે આણંદ શહેર અને જિલ્લામાં વસેલા રાજસ્થાન મૂળનાં સરગરા સમાજ સંગઠીત રહે અને આવનારી પેઢીમાં રાજસ્થાનની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પરંપરા મુજબ મેળો યોજાયો હતો, જેમાં રાજસ્થાનની પરંપરા મુજબ યુવક યુવતીઓ અને મોટેરાઓએ રાજસ્થાનનાં પ્રખ્યાત લાઠીથી રમાતા ગેર નૃત્યની રમઝટ બોલાવી હતી, આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા., મહિલાઓએ પણ લાઠીથી ગેર નૃત્યની મઝા માણી હતી. સરગરા સમાજના અગ્રણીના જણાવ્યા અનુસાર આખું સરગરા સમાજ અહિયાં એકત્રિત થયું હતું અને આનો લાભ આખા જિલ્લાને આવતા વર્ષે ઉત્સાહ અને પ્રવૃત્તિ લાવે છે. પરંપરા મુજબ શીતળા સાતમે એકત્રિત થઈને અમે રાસ અને ગરબાનું આયોજન કરીએ છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા