HomeGujaratUmbrella Distribution By BOB : ફૂટપાથ વિક્રેતાને છત્રીનુ વિતરણ કરાયું બઁક ઓફ...

Umbrella Distribution By BOB : ફૂટપાથ વિક્રેતાને છત્રીનુ વિતરણ કરાયું બઁક ઓફ બરોડા દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત કરાયું વિતરણ – India News Gujarat

Date:

Umbrella Distribution By BOB : 300 જેટલા સ્ટ્રીટ વેન્ડર્સને છત્રીનું વિતરણ કરાયું. છત્રી મળવાથી સ્ટ્રીટ વેન્ડર્સને તડકા અને વરસાદઠ મળશે રક્ષણ.

આ છત્રી સ્ટ્રીટ વેન્ડર્સને ઘણી ઉપયોગી થઈ રહેશે

બઁક ઓફ બરોડા દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત સ્ટ્રીટ વેન્ડરને મોટી છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.. તડકો અને વરસાદમાં પોતાના અને પોતાની ચીજ વસ્તુના રક્ષણ માટે આ છત્રી સ્ટ્રીટ વેન્ડર્સને ઘણી ઉપયોગી થઈ રહેશે.

દાનહના વિવિધ સ્ટ્રીટ વેન્ડરોને શેડ છત્રી વિતરણ કરવામા આવ્યા

સેલવાસ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડરો માટે લોન સ્કીમ માટે કેમ્પોનુ આયોજન કરવામા આવે છે જેમા શેરી વિક્રેતાઓને સરળ લોન આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના શરુ કરેલ છે. એની સાથે દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાના સામાજીક ઉત્તરદાયિત્વ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત સમાજ પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે સામુદાયિક કલ્યાણની એક પહેલ કરી છે. બેંક ઓફ બરોડાની બ્રાન્ચ દ્વારા દાનહના વિવિધ સ્ટ્રીટ વેન્ડરોને શેડ છત્રી વિતરણ કરવામા આવ્યા હતા. આ છત્રીઓથી આવનાર તડકામા સ્ટ્રીટ વેન્ડરોને રાહત મળશે અને એમનો માલ સામાન પણ સુરક્ષિત રહેશે. બેંક ઓફ બરોડા વલસાડ વિભાગ દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિ અંતર્ગત વેન્ડરને છત્રીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

Umbrella Distribution By BOB :300 કરતા વધારે લાભાર્થીઓને લાભ આપવામા આવ્યો

ફૂટપાથ ઉપર ફળ, શાકભાજી કે બીજા કોઈ નાના મોટા ધંધા કરતા વેપારીઓને ગરમી, વરસાદથી બચવા માટેની છત્રીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. બેંક ઓફ બરોડાની સેલવાસ શાખા ખાતે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા 300 કરતા વધારે લાભાર્થીઓને લાભ આપવામા આવ્યો હતો. આ અવસરે વલસાડ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રબંધક શૈલેન્દ્ર કુમાર સિંહ, સહાયક મહાપ્રબંધક અમિત મિશ્રા સેલવાસ બ્રાન્ચ અને મુખ્ય પ્રબંધક ડીબી રમેશ ચોબે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે લહેંગા સાથે સ્નીકર્સ ફ્લોન્ટ કર્યા, હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી

તમે આ પણ વાંચી સકો છો :

Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો

SHARE

Related stories

Latest stories