Umbergaon Rotaract Club: લીમડાનું ઝાડ, ચંદનના ઝાડથી ઓછું નથી, અને વલસાડના ઉમરગામ લંડનથી ઓછુ નથી. ઉમરગામમાં ટપુ સેનાના ટીવી કલાકાર ગોલીની હાર્ટ બીટ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ દાતાઓ દ્વારા આર્થિક રીતે અસહાય 10 વિદ્યાર્થીઓ સહાય અપાઈ હતી.
ટીવી ધારાવાહિકમાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહ રહ્યા હજાર
ઉમરગામ રોટ્રેક ક્લબ દ્વારા હાર્ટબીટ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલના ટપુસેનામાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહએ લોકોનું મનોરંજન કરીને ઉત્સાહ વધાર્યો હતો. ઉમરગામના પ્રતિભાશાળી યુવક યુવતીઓને મંચ પૂરું પાડવા સાથે જરૂરિયાત મંદોને મદદ મળી રહે એવા શુભ આશયથી રોટ્રેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા દર વર્ષે હાર્ટ બીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
Umbergaon Rotaract Club: ફેશન શો અને ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું
જીઆઇડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે રોટ્રેક્ટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા અને ટીમના સભ્યો દ્વારા હાર્ટ બીટ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ અને ફેશન શો પ્રતિયોગિતામાં 35થી વધુ ગ્રુપ અને સોલો કેટેગરીમાં સ્પર્ધકોએ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સહાય આપવામાં આવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહના આગમન સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શકોમાં ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા રોટ્રેકટ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ જૈનમ ગાલા, અને ટીમે દ્વારા ભારે મહેનત કરી હતી. ડાન્સ સ્પર્ધા અને ફેશન શોના વિજેતાઓને રોટ્રેક્ટ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પુરષ્ક્રિત કરાયા હતા. આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડવા રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: