HomeGujaratUkai Dam: ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો -...

Ukai Dam: ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો – INDIA NEWS GUJARAT

Date:

Ukai Dam: રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ અન્ય જિલ્લામાં પાણીની સમસ્યાનો સામનો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં હાલ 50% થી વધુ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે આવનારા ચોમાસાની શરૂઆત સુધી ચાલી શકે તેટલો પર્યાપ્ત જથ્થો હોવાને લઈને હાલ પૂરતું દક્ષિણ ગુજરાતના માથેથી જળ શંક્ટ ટળ્યું છે.

Ukai Dam: ઉકાઈ ડેમમાં હાલ કેપેસિટીના 50% જથ્થો ઉપલબ્ધ

સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેતી અને સિંચાઈના પાણી તેમજ શહેરીજનો તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમા ઉકાઈ ડેમમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડેમમાં હાલ પણ 3,036 એમસીએમ જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે હાલ ડેમની સપાટી 324 પર છે એટલે હાલ પણ ડેમમાં 50% થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જતો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

જેને પગલે દક્ષિણ ગુજરાતના તાપી સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાના ખેડૂતોને આવનારી ઉનાળાની સિઝન દરમિયાન ખેતી તેમજ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી હાલ પૂરતું જળ સંકટ ટળ્યું છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વિસ્તારના કેચમેન્ટ વિસ્તાર માંથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખા વર્ષ દરમ્યાન ખેતી અને પીવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પૂરું પાડવા માટે સક્ષમ છે.

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Election 2024: ત્રીજા તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ, 7 મેના રોજ થશે મતદાન

તમે આ પણ વાંચી સકો છો :

Rameshwaram Cafe Blast કેસમાં NIAને મળી મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ સહિત બે આરોપીની ધરપકડ

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories