HomeGujaratUkai Damના 13 દરવાજા ખોલાયા- જુવો વિડીયોમાં અદભૂત નજારો-India News Gujarat

Ukai Damના 13 દરવાજા ખોલાયા- જુવો વિડીયોમાં અદભૂત નજારો-India News Gujarat

Date:

Ukai Damના 13 દરવાજા ખોલાયા- જુવો વિડીયોમાં અદભૂત નજારો -India News Gujarat 

Ukai Damના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે Ukai Damમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં તકેદારી દાખવીને સરકારી તંત્ર દ્વારા Ukai Damના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. Ukai Damમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં તાપી નદી બે કાંઠે વહેતી થઇ ગઇ છે અને સુરતના લોકો Ukai Damમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે તાપીને બે કાંઠે વહેતી જોવા માટે ઉમટી રહ્યા છે.-India News Gujarat 

 

Ukai Damની ભય જનક સપાટી 345 ફુટ છે-India News Gujarat 

Ukai Damમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તાપી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદનું પાણી આવવાની શરૂઆત થતા જ તંત્ર સતર્ક થઇ ગયું છે. હાલમાં Ukai Damનું લેવલ 332.26 ફુટ છે અને જુલાઇ માસનું Ukai Damનું રૂલ લેવલ 333 ફુટ છે. એટલે તંત્ર દ્વારા સતત Ukai Damનું રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. જો કે, Ukai Damની ભય જનક સપાટી 345 ફુટ છે અને ડેમ હજુ પણ 12 ફુટ જેટલો ખાલી છે. જો રૂલ લેવલ મેઇન્ટેન કરવામાં આવે તો પણ સુરતમાં પુરનો ખતરો રહેતો ન હોવાનું કહેવાય છે.-India News Gujarat 

Ukai Damમાંથી હાલમાં 1 લાખ 87 હજાર ક્યુસેક પાણી છોડાય છે –India News Gujarat 

Ukai Damમાં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે હવે તંત્ર દ્વારા Ukai Damમાંથી પાણી છોડવાનું છેલ્લા ચોવિસ કલાકથી ચાલુ કરવામાં આવ્યુ છે. Ukai Damમાંથી સોમવારે 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું. પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે Ukai Damની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા મંગળવારે સાંજે છ વાગ્યાના સુમારે Ukai Damમાંથી 1 લાખ 87 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતું હોવાથી Ukai Damની સપાટી મેઇન્ટેન થઇ રહી છે તેમજ રૂલ લેવલ જાળવવામાં પણ Ukai Damના તંત્રને રાહત મળી રહી છે. હાલના તબક્કે સુરતમાં પૂર આવવાની કોઇ સંભાવના ન હોવાથી લોકોને કોઇ પણ પ્રકારે ગભરાવાની જરૂર ન હોવાનું ક્લેકટર આયુષ ઓક દ્વારા જણાવવામાં આવ્યુ છે.

આપ આ પણ વાંચી શકો છોઃ-Indian Air Force Globe Master Plane in Surat- ભારે વરસાદમાં સુરતમાં ભારતીય વાયુસેનાના ગ્લોબ માસ્ટર પ્લેન

આપ આ પણ વાંચી શકો છોઃ-Jay javan nagrik samiti તરફથી 22 વીર જવાનોના પરિવાર ને અપાશે સહાય

SHARE

Related stories

Latest stories