HomeBusinessTwo Ambulances Were Provided/L&T કંપની CSR ફંડ અંતર્ગત બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક...

Two Ambulances Were Provided/L&T કંપની CSR ફંડ અંતર્ગત બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ બે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ/INDIA NEWS GUJARAT

Date:

નવી સિવિલ હોસ્પિટલને હજીરા – L&T કંપની CSR ફંડ અંતર્ગત બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ બે એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

નવી સિવિલ હોસ્પિટલ પાસે બેઝિક લાઈફ સપોર્ટ તેમજ એડવાન્સ લાઈફ સપોર્ટથી સજ્જ કુલ ૦૮ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સમર્પિત થઈ

નવી સિવિલ હોસ્પિટલને હજીરા – L&T કંપનીના CSR કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી ફંડ અંતર્ગત અંદાજિત ૪૪ લાખની બેઝિક લાઈફ સપોર્ટની અત્યાધુનિક સુવિધાથી સજ્જ બે એમ્બુલન્સ અર્પણ કરવામાં આવી હતી. સુરત શહેર સહિત જિલ્લાના હજારો દર્દીઓ માટે ઇમરજન્સીના સમયે ભેટમાં મળેલી આ બે એમ્બ્યુલન્સ આર્શીવાદરૂપ સાબિત થશે.


નવી સિવિલ હોસ્પિટલ પાસે બેઝિક લાઈફ સપોર્ટની સાત તેમજ એડવાન્સ લાઈફ સપોર્ટની એક મળીને કુલ ૦૮ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સમર્પિત છે.


આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર, આરએમઓ ડો.કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગીનીબેન વર્મા, રેડિયોલોજી વિભાગના એચઓડી ડો.પૂર્વીબેન દેસાઈ, L&T કંપનીના VP & CAO સંજય દેસાઈ, GM & Head ડો.જયત પટેલ, OHCના વડા ડો. તેજસ વાસી, AGM મુકેશ રાઠોડ, CSR વિભાગના આસી. મેનેજર માનસી દેસાઈ, અધિકારીઓ, સિનિયર તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories