Two Accused Caught With Deadly Weapon : દેશી તમંચો અને કારતૂસ સાથે ઝડપી પડાયા આરોપી. બંને આરોપીને ગેરકાયદેસર હથિયાર રાખવા બાબત ગુનો.
દેશી તમચા અને જીવતા કારતૂસ સાથે બે યુવાનોની ધરકડ
ઘાતક હથિયાર લઈને ફરતા બે રીઢા આરોપીને પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા છે. સચિન પોલીસ બાતમી મળતા દેશી તમચા અને જીવતા કારતૂસ સાથે બે યુવાનોની ધરકડ કરી કાયદેસારની કાર્યવાહી કારવમાં આવી છે.
સંતુકુમાર પાસ્વાન તથા સોહિલ પઠાણ બન્ને ઇસમો ના નામ છે
આવનારા સમયમાં યોજાનાર લોકસભાની ચુંટણી-૨૦૨૪ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ રૂપથી જળવાય રહે. અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને. અને ગેરકાયદેસર હથિયારો સાથે રાખી ફરતા ઇસમો શોધી કાઢવા માટે. સુચના આપવામાં આવતા સુરત પોલીસ દ્વારા ગતરોજ સચિન પોલીસના માણસો સાથે. પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેમના બાતમીદાર થકી આધારભુત બાતમી હકીકત મળેલ કે. બે સંતુકુમાર પાસ્વાન તથા સોહિલ પઠાણ બન્ને પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો રાખે છે. અને હાલ તેઓ પોતાની પાસે આ તમંચો રાખી પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને થોડી વારમાં પલસાણા થી સચીન વાંઝ ગામ બ્રીજ તરફથી પસાર થનાર છે.
Two Accused Caught With Deadly Weapon : કાર્ટીઝ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ સહીતનો મુદ્દામાલ કબ્જે
તે હકીકત આધારે આરોપીઓની વોચમાં રહેતા બાતમી વાળી મોટર સાયકલ આવતા રોકીને મોટર સાયકલ ચાલક સંતુકુમાર પાસ્વાન તથા પાછળ બેસેલ ઈસમ સોહિલ નાશીરખાન પઠાણ નાઓને પકડી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ અને જીવંત કાર્ટીઝ નંગ ૦૧ મળી આવતા અને આરોપીઓ કોઈપણ પ્રકારનો હથીયાર પરવાનો ધરાવતા ન હોવા છતા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથીયાર લઈને ફરતા હોય તેમની પાસેથી મળી આવેલ દેશી હાથ બનાવટનો તમંચો. કાર્ટીઝ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ સહીતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ વિરુધ્ધ ‘સચીન પો.સ્ટે. B પાર્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી” આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી
તમે આ પણ વાંચી સકો છો :
PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે