Tribute Paid By Education Minister : બાળકોની આત્માની શાંતિ માટે મંત્રીએ કરી પ્રાથના. મૃતક બાળકો પ્રત્યે સ્વેદના વ્યક્ત કરતાં મંત્રી. જવાબદારો સામે સખ્ત પગલાંના લેવાશેનું નિવેદન.
પૂજન-અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી
વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા એ દુઃખ વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મંત્રીએ મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પુણાગામ સ્થિત દેવાધી દેવ મહાદેવના મંદિરે પૂજન-અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી.
પંદરથી વધુ લોકોના મોત
વડોદરાના હરણી તળાવમાં બનેલી દુખદ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે.. ધોરણ એક થી ચાર ના માસુમ ભૂલકાઓ તંત્રના પાપે મોતને ભેટ્યા છે. પ્રવાસે ગયેલા માસૂમ ભુલકાઓ મોતના ખપ્પરમાં હોમાયા છે. જેમાં બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. પંદરથી વધુ લોકોના મોતની આ ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મૃતક બાળકોના પરિવાર પ્રત્યે સૌ કોઈ સંવેદના દાખવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતક બાળકોની આત્માની શાંતિ માટે પ્રફુલ પાનસેરિયાએ પુણાગામ સ્થિત મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પ્રાથના કરી છે.
Tribute Paid By Education Minister : દોષીતો સામે એફઆઈઆર દાખલ થઈ
વધુમાં મંત્રીએ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે. ઘટનામાં તમામ પ્રકારની પ્રવૃત્તિ અને બચાવ રાહત કામગીરી અધિકારીઓ દ્વારા સંવેદના સાથે કરવામાં આવી છે. જે દોષીતો છે તેમના સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે. આ દુઃખદ ઘટનામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. જે ઘટના ઘટી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે જે કોઈ લોકો પણ જવાબદાર છે. તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ પણ ખૂબ જ સક્રિયતા પૂર્વક કામગીરી કરી રહી છે.
પૈસા કમાવવા વધુ સંખ્યામાં બાલોકોને બોટ માં બેસાડ્યાં
પૈસા કમાવવાની લાલચ માં આનંદ ઉલ્લાસ કરવાની પ્રવૃતિ સાથે જોડાયેલા લોકો કેટલી મોટું પાપ કરી બેશે છે. કે જેનું વળતર આપવું અસંભવ હોય છે. આવુજ કઈક વડોદરા માં બનવા પામ્યું છે. અને બોટ નું સંચાલન કરનાર એજન્સી ના માલિક સહિત પૈસા કમાવવા. વધુ સંખ્યામાં બાલોકોને બોટ માં બેસાડીને તળાવમાં બોટિંગ કરાવતા આ દુર્ઘટના સર્જાય હતી. અને અનેક બાળકો મૌતના મુખમાં જતાં રહ્યા હતા. હવે કાનૂન એને કી પણ સજા કરે માં મૃતક બાળકો પાછા નથી આવી શકતા.
તમે આ પણ વાચી શકો છો :
A Grand Reception For ‘One Setu Chetana Yatra’/‘વન સેતુ ચેતના યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું
તમે આ પણ વાચી શકો છો :