Traveller’s Rush At Udhna Railway Station : 4 સ્પેશિયલ ટ્રેન દોડાવી 13 હજારથી વધુ મુસાફરોને મોકલાયા વેકેસન સ્પેસિયલ ટ્રેનો શરૂ કરી. તકલીફનું નિવારણ લાવવા પ્રયાસ યુપી માટે 6 ટ્રેન છે વધુ 6 ટ્રેનને મંજૂરી અપાઈ : સી.આર.પાટીલ.
તંત્ર દ્વાર અનારક્ષિત 6 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય
હાલ સુરતમાં વેકેસનની શરૂઆત થઈ છુકઈ સાથે લગ્નની સિઝન પર શરૂ થઈ હોય ઉત્તરપ્રદેશ અને બિહાર જનારા મુસાફરોની સંખ્યા ખૂબ મોટી હોય છે જેને લઈને હમેશા મોટી સમસ્યા સર્જાતી હોય છે.. આ સમસ્યા નિવારવા રેલવે તંત્ર દ્વાર અનારક્ષિત 6 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..
Traveller’s Rush At Udhna Railway Station : 13000થી વધુ મુસાફરોને મોકલ્યા હતા
ઉત્તરપ્રદેશ અને બિહારમાં લગ્ન સિઝન અને હાલ ઉનાળું વેકેશનને લઈ સવારે 8 કલાકે ઉપડનારી ઉધના-જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી-બિહાર તરફ જવા 7 હજાર યાત્રી એકસાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. યાત્રીઓ રેલવે ટ્રેક પર યાત્રીઓ ઉભા રહી ગયા હતા. તંત્ર દ્વારા સ્પેશિયલ ચાર ટ્રેન દોડાવી 13000થી વધુ મુસાફરોને મોકલ્યા હતા. જેમાં રૂટીન બે ટ્રેન તાપ્તીગંગા અને ઉધના-જયનગર ઉપરાંત બે સ્પેશિયલ ટ્રેન ઉધના-જયનગર અને ભાગલપુર એક્સપ્રેસ અને વધારાના બે ટ્રેન ઉધના-જયનગર અને સુરત-ગોરખપુર એમ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી. ડિવિઝનમાં રજૂઆત બાદ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી હતી.
વધુ 6 ટ્રેન ફાળવવા જાહેરાત કરી
પશ્રિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે, રવિવારે ઉધના સ્ટેશન પર અસામાન્ય વધારો થયો હતો. આરપીએફ, જીઆરપી અને ટીટીઇને ચેકિંગમાં તૈનાત કરાયા હતા. સવારની જયનગર ટ્રેન ફૂલ થતા સેંકડો યાત્રી પ્લેટફોર્મ પર ભેગા થઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરતા વધુ 6 ટ્રેન ફાળવવા જાહેરાત કરી છે. યાત્રીઓએ દોડધામ ન કરવા જણાવ્યું હતું.
Traveller’s Rush At Udhna Railway Station : મુસાફરી દરમ્યાન તકલીફ ના પડે એમાટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાય
સુરતમાં રોજગારી અર્થે આવેલા હજારો યુપી, બિહારવાસીઓએ ઉનાળું વેકેશન તેમજ ચૂંટણીને લઈ વતન તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે રવિવારે સવારે ઉધના સ્ટેશન પર અકડેઠઠ ભીડ ઉમટી હતી. અને પ્રવાશ કરનારા યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુસાફરી દરમ્યાન તકલીફ ના પડે એમાટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાય છે અને આવનારા દિવસોમાં હજી વધુ ટ્રેનોની જરૂરત પડશે તો એની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવામાં આવતા યુપી બિહાર ના નિવાશીઑને રાહત નો શ્વાસહ લીધો છે..
તમે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક