HomeGujaratTravel agent તાપી એસોસીએશન દ્વારા ડેસ્ટીનેશન નોલેજ પ્રોગ્રામ હેઠળ ગોવા ફેમ ટ્રીપનું...

Travel agent તાપી એસોસીએશન દ્વારા ડેસ્ટીનેશન નોલેજ પ્રોગ્રામ હેઠળ ગોવા ફેમ ટ્રીપનું આયોજન-India News Gujarat

Date:

Travel agent તાપી એસોસીએશન દ્વારા ડેસ્ટીનેશન નોલેજ પ્રોગ્રામ હેઠળ ગોવા ફેમ ટ્રીપનું આયોજન-India News Gujarat

Travel agent એસોસીએશન ઓફ પાન ઈન્ડીયા “તાપી” દ્વારા પોતાના મેમ્બર્સ ને ડેસ્ટીનેશન નોલેજ મળે તે હેતુથી ગોવા ફેમ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫ જેટલા Travel agent એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. Travel agentને  ડેસ્ટીનેશન નોલેજ મળે એટલેકે જે તે પ્રવાસન સ્થળના હોટલ, રીસોર્ટ અને ફરવાના સ્થળ વિશે Travel agent માહિતગાર થાય અને પોતાના વ્યવસાયમાં નિપુણતા કેળવે એ ફેમ ટ્રીપનો મુળ હેતુ હોય છે.-India News Gujarat

ફેમ એ ફેમીલીયરનો ટુંક શબ્દ છે. જેના પરથી ફેમ ટ્રીપ શબ્દ પ્રચલીત થયો -India News Gujarat

Travel agent આ સમગ્ર ટ્રીપ દરમિયાન એ ગોવાની હોટલ, રીસોર્ટ, સર્વિસ એપાર્ટમેન્ટ, વિલા, હોલીડે હોમ ની રુબરુ મુલાકાત લઈ તેમના દ્વારા પુરી પાડવામાં આવતી સગવડનો અભ્યાસ કર્યો હતો. Travel agent  દ્વારા હોટેલ/રીસોર્ટના માલિકો સાથે મીટીંગ કરી હજુ પણ વધુ સારી સગવડ પુરી પાડવા શું કરવું જોઈએ તે બાબતે સુચનો પણ કરવામાં આવ્યા હતા. જેનો જે-તે હોટેલના માલીકોએ સ્વીકાર પણ કર્યો હતો. ઉપરાંત Travel agent એ ગોવામાં ટ્રાન્સપોર્ટેશનના તથા ફુડ માટેના અલગ અલગ વિકલ્પો જાણીને ફરવાલાયક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. Travel agent એસોસીએશનના પ્રમુખશ્રી વિનેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતં કે ગોવા રળીયામણા બીચ ઉપરાંત નાઈટલાઈફ માટે ખુબ જ પ્રચલીત છે અને પ્રવાસીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે અને પ્રવાસીઓને Travel agent યોગ્ય માહીતી પુરી પાડી શકે એટલા માટે આ ફેમટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અમે ઈન્ડીયા ઉપરાંત વિદેશમાં પણ આવી ફેમ-ટ્રીપનું આયોજન કરતા રહીશું. આ સમગ્ર ફેમ-ટ્રીપને ડોટરૂમ ના ઓનર રમેશ ચુડાસમા અને ગુણવંત પરમારએ પીઠબળ પુરું પાડ્યું હતું અને સંચાલન તાપીના સહ-સેક્રેટરી જિજ્ઞેશ પટેલ, ખજાનચી શિવકુમાર ગુપ્તા અને ઈવેન્ટ ચેરમેન અમિત પટેલે કર્યું હતું અને ઉપપ્રમુખ નરેશ ગોંડલીયાએ સરસ સહકાર આપ્યો હતો તથા રહેવાની સગવડ ડી-મેન્ડરીન તથા ઈવોક સનરાઈઝ દ્વારા Travel agentને પુરી પાડવામાં આવી હતી.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Corona : વેકસીનના બંને ડોઝ લીધા હોવા છતાં પણ 274 દર્દીઓ કોરોના પોઝિટિવ

આપ આ પણ વાંચી શકો છોઃ-International Air Cargo Terminal સુરત એરપોર્ટ પર શરૂ કરવા રજૂઆત

 

SHARE

Related stories

Latest stories