Traffic Awareness Month : જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાય બેઠક. ટ્રાફિક જનજાગૃતિ માટે વિવિધ સૂચનો અપાયા.
રાષ્ટ્રીય રોડ સેફટી
સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કવોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, હોટલ એસોસિએશન, RTO, GSRTC તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.
NHAI દ્વારા પાંચ જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી
સુરત ગ્રામ્ય જીલ્લા પોલીસ આયોજીત રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયાં છે. જેના ભાગ રૂપે આજે કામરેજના ઉમા મગંલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગ રૂપે બેઠક મળી હતી. જેમાં સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસીએશન, કવોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નેશનલ હાઈવેના આધિકારીઓ, આરટીઓ અધિકારીઓ, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કામરેજના માજી સરપંચ મનીષ આહીર દ્વારા તાપી બ્રિજ પર જે પ્લેટ મુકવામાં આવી છે. તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે. એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે
સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર જે જગ્યા પર અંડર પાસ અને ફૂટ બ્રિજની જરૂર હોય. ત્યાં ફૂટબ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. અને આવનારા સમયમાં આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે. હાલ NHAI દ્વારા પાંચ જેટલા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે. પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી કે વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન હંકારતા હોય છે. જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જે સત્વરે નિકાલ કરવામાં આવે એવી રજૂઆત કરાઇ હતી.
Traffic Awareness Month : ડ્રાઇવરોને પણ ટ્રાફિક અવરનેસ બાબતે સૂચના આપવામાં આવી
જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઇવરોને પણ ટ્રાફિક અવરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી. અને અકસ્માત ઓછા થાય અને ઇંધણની બચત થાય જે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માર્ગ સલામતીને લઇને સુરત જિલ્લામાં આવેલ તમામ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, હોટલ એસોસીએશન, કવોરી એસોસીએશન, ઔદ્યોગિક એકમ, સુગર ફેકટરીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
તમે આ પણ વાચી શકો છો :
Iran vs Pak: ઈરાન અને પાકિસ્તાન યુદ્ધ તરફ આગળ! જાણો કેવી રીતે વધ્યો બંને દેશો વચ્ચેનો વિવાદ?
તમે આ પણ વાચી શકો છો :