HomeGujaratTraffic Awareness Drive : ટ્રાફિક અવેરનેસ અને સુરક્ષા માટે પ્રયાસ SGCCI દ્વારા...

Traffic Awareness Drive : ટ્રાફિક અવેરનેસ અને સુરક્ષા માટે પ્રયાસ SGCCI દ્વારા સાયકલો પર રેફલેક્ટર લગાવાયા – India News Gujarat

Date:

Traffic Awareness Drive : મજૂર વર્ગના લોકો મહત્તમ ઉપયોગ કરે છે. સાયકલ અકસ્માતે કોઈ જાનહાનિ નહીં એમાટે કરાયો પ્રયાસ.

શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક અવેરનેસ નો કાર્યક્રમ

સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા સુરત પોલીસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા. ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમમાં સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ઝંપલાવામાં આવ્યું છે.

સાયકલો પર રિફ્લેકર લાઇટ લગાવવાનો પ્રયાસ હાથ ધરાયો

સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કામદારો જેમની પાસે કોઈપણ પ્રકારની અવરજવર માટેના સાધનો હોતા નથી. અને તેઓ પોતાના કામ પર જવા માટે અને આવવા માટે સાયકલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ઘણીવાર લાઈટના અભાવે આ મજદૂર સાયકલ સવારો મોટી મોટી ગાડીઓના અડફેટે ચડતા હોય છે. અને ક્યાંયને ક્યાંક તેમને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તે અનુસંધાને સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે ટ્રાફિક પોલીસે પણ. આ સાયકલો પર રિફ્લેકર લાઇટ લગાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જે અનુસંધાને આશરે 500 થી પણ વધુ સાયકલોને આ રિફ્લેકટર લાઈટ લગાવવામાં આવી હતી.

Traffic Awareness Drive : રિફ્લેકટર લાઈટની વિશેષતા જણાવાઈ અને આનાથી તેમને થતા ફાયદાઓ વિશે વાત કરી

આ બાબતે કામિની ડુમ્મસવાલા કે જેઓ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રાફિક અવેરનેસ અને એજ્યુકેશનના ચેરપર્સન સાથે ઇન્ડિયા ન્યુઝ ગુજરાતની ટીમે વાત કરી ત્યારે તેમને જણાવ્યુંકે જ્યારે અમે આ નાના વર્ગના કર્મચારી સાઇકલ સવાર આ રિફ્લેકટર લાઈટ લગાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં બહુ ઓછા લોકો આ રિફલેક્ટર લાઇટ લગાવતા હતા પરંતુ જ્યારે તેમને આ રિફ્લેકટર લાઈટની વિશેષતા જણાવાઈ અને આનાથી તેમને થતા ફાયદાઓ વિશે વાત કરી ત્યારે મોટી સંખ્યામાં સાંજના સમયે જ્યારે આ મજૂર વર્ગના લોકો કામ પર જતા હતા તે લોકો થોભી ગયા હતા અને પોતપોતાની સાયકલ પર આ રિફ્લેકટર લાઈટ લગાડવાનું નક્કી કર્યું હતું.

Traffic Awareness Drive : કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે

જ્યારે સાયકલ પર રેફલેક્ટર લગાવાયા ત્યારે કેટલાક સાયકલ સવાર તેમનો અને ટ્રાફિક વિભાગનો ધન્યવાદ પણ કર્યો હતો કારણકે લોકોને પોલીસ વિશેની જે માનતા હોય છે તેનાથી ભિન્ન થઈને જ્યારે ટ્રાફિક પોલીસ આ કામ કરતી હોય છે તેથી આ તમામ સાયકલ સવારે તેમનો ધન્યવાદ કર્યો હતો. વધુમાં કામિની ડુમ્મસવાલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે અને જેમાં હજારોની સંખ્યામાં જે સાઇકલ સવારો છે તેમને ટ્રાફિક એવરેજના મુદ્દે આ રિફલેકટર લાઈટ લગાડવામાં આવશે.

તમેં આ પણ વાચી શકો છો :

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમેં આ પણ વાચી શકો છો :

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

Latest stories