HomeGujaratTik Tok Girl કિર્તી પટેલે એર હોસ્ટેસને લાફા મારી ધમકી આપી-India News...

Tik Tok Girl કિર્તી પટેલે એર હોસ્ટેસને લાફા મારી ધમકી આપી-India News Gujarat

Date:

સુરતની Tik Tok Girl કિર્તી પટેલ વધુ એક વિવાદમાં-India News Gujarat

સુરતમાં રહેતી સોશિયલ મીડિયાની સ્ટાર Tik Tok Girl  કીર્તિ પટેલ કોઇને કોઇ રીતે વિવાદમાં આવતી રહે છે. હવે તેણે ગોવાથી સુરત સુધી પ્લેનમાં આવતા એર હોસ્ટેસ સાથે માથાકુટ કરી હતી અને એર હોસ્ટેસને તમાચા મારતા તેના વિરૂધ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે,Tik Tok Girl કીર્તિ પટેલ અગાઉ પણ મારામારી અને ધમકીના ગુનામાં લાજપોર જેલની હવા ખાઇ ચુકી છે. વિડીયોમાં બેફામ ગોળો બોલવાથી માંડીને અનેક હરકતો કરતી કીર્તિ પટેલ કોઇને કોઇ મામલે હંમેશા કોઇની પણ સાથે લડતી ઝધડતી રહે છે અને પોતાની વેમ્પ તરીકેની ઇમેજ બનાવવાના પ્રયાસો કરતી રહે છે. જો કે, આ વખતે તેનો પનારો એર હોસ્ટેસ સાથે પડ્યો છે અને એર હોસ્ટેસ દ્વારા Tik Tok Girl કીર્તિ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.-Latest News

ગોવા સુરતની ફ્લાઇટમાં શું ઘટના બની હતી ? Latest News

ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ પણ મુસાફર તરીકે બેઠી હતી. જ્યારે ફ્લાઇટ સુરત આવવા રવાના થવાની હતી ત્યારે મહિલા ક્રુ મેમ્બર દ્વારા કીર્તિ પટેલને માસ્ક પહેરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઇને ક્રુ મેમ્બર સાથે કીર્તી પટેલ ઝઘડી પડી હતી અને તેને ગાળો આપીને તેને તમાચા માર્યા હતા. કીર્તિ પટેલે મારા મારી કરતા એર હોસ્ટેટ્સ ઘવાય હોવાનું પણ જાણવા મળ્યું છે. કીર્તિ પાટેક દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી.  મુસાફરના આવા વર્તનથી એર હોસ્ટેસ ડઘાઇ ગઇ હતી અને તેણે આ અંગે અન્ય ક્રુ મેમ્બરોને જાણ કરી હતી. સાથો સાથ પાયલોટને પણ જાણકારી આપી હતી. જો કે, થોડા સમય માટે તેણે કીર્તિ પટેલ સાથે કોઇ માથાકુટ કરી ન હતી.-Latest News

એર હોસ્ટેસ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યાની વાતLatest News

ટીકટોક સ્ટાર દ્વારા મારામારી કરવામાં આવતા એર હોસ્ટેસ ડઘાઇ ગઇ હતી. તે પોતાની ફરજ બજાવી રહી હતી ત્યારે આ પ્રકારની ઘટના બનતા તેને આઘાત લાગ્યો હતો. તેમજ તેણે તુરંત એર હોસ્ટેસ તરીકેની નોકરીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. સાથો સાથ તેના દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.-Latest News

આપ આ પણ વાંચી શકો છોઃ-Dgvclના ડે.ઇજનેર સહિત ત્રણ રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

આપ આ પણ વાંચી શકો છોઃ-Gangu Bai Kathiyawadi સંજય લીલા ભણસાલી હંમેશા કંઇક નવું જ લાવે

 

 

SHARE

Related stories

Latest stories