Theft Of Ball Valves In Vapi: તમામ આરોપી ચોરી કરતાં થાય હતા CCTV માં કેદ
વાપી ફોર્થ ફેઝમાં આવેલ મારવલ એન્જિનીયર્સ કંપનીના ગોડાઉનમાંથી તસ્કરોએ 1.80 લાખના બોલ વાલ્વની ચોરી કરનારા પાંચ ઈસમોને એલસીબી ટીમે ઝડપી પાડયા હતા અને મુદ્દામાલ રીકવર કરી વાપી ઉદ્યોગનગર પોલીસમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાંચ ઈસમોને એલસીબી ટીમે ઝડપી પાડયા
પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને વાપી જી.આઈ.ડી.સી સામે શંકાસ્પદ ઈસમ નજરે પડયા હતા અને પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં રાખેલા બોલ વાલ્વ મળી આવ્યા હતાં. જે અંગે પૂછતાછમાં આવતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે તેઓના નામઠામ પૂછતા અંકિત પ્રદિપ જયસ્વાલ, અનિલકુમાર મુન્નાપ્રસાદ કુશ્વાહા, સાગરસીંગ દયાનંદસીંગ, ગિરધારી અમરારામ ગુર્જર અને ચંદ્રેશ ઉર્ફે ધર્મેશ ભવરલાલ ગુર્જર હોવાનું જણાવ્યું હતું.
Theft Of Ball Valves In Vapi: મારવલ એન્જિનીયર્સ માંથી થઈ હતી ચોરી
કોથળામાં ભરેલા એસએસના બોલ વાલ્વ કુલ નંગ-134 જેની કિમત આશરે 1,60,800/- મળી આવ્યા હતાં. પોલીસે મોપેડ અને બાઈક સહિત મોબાઈલ ફોન કુલ રૂ.2,40,800/-નો મુદ્દામાલ કબજે કરી તેઓની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આ બોલ વાલ્વ વાપી જી.આઈ.ડી.સી ફોર્થ ફેઝમાં મારવલ એન્જિનીયર કંપનીના ગોડાઉનમાંથી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.
આ અંગે વાપીના આનંદ નગરમાં રહેતા અને માર્કેટીંગ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતા જીતેન્દ્ર પટેલે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલી હતી કે, કંપનીના ગોડાઉનમાં તપાસ કરતા એસ.એસ.ના બોલવાલ્વની ચોરી થયાનું માલુમ પડયું હતું. ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ કરતા પાંચ ઈસમો નજરે પડયા હતાં. એલસીબી વલસાડ પ્રશંસનીય કામગીરી કરી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: