Theft In Grocery Store : 40,000 ની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ. પોલીસ CCTV આધારે ચોરીની ઘટનાની તપાસ શરૂ કરી.
40,000 થી વધુની મતાની ચોરી
માંગરોળ તાલુકાના મોસાલી ગામે અનાજ કરિયાણાની દુકાનના પાછળના ભાગે આવેલ બારી માંથી ચોર ઈસમે પ્રવેશ કરી. રોકડ રકમ અને સામાન સહિત રૂ 40,000 થી વધુની મતાની ચોરી કરતા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
12 ફૂટ ઊંચે હવા ઉજાસ માટે મૂકેલી બારી તૂટેલી હાલતમાં હતી
વગર મહેનતે પૈસા કમાવવાની આદત ધરાવતા યુવાનો આશાનીથી પૈસા મેળવવા ચોરીના રવાડે ચઢીને ગુનાને અંજામ આપતા હોય છે. આવીજ એક ઘટના માંગરોળ તાલુકાનાં મોસાલી ગામના મુખ્ય બજારમાં આવેલ જલારામ ટ્રેડર્સ નામની. અનાજ કરિયાણાની દુકાનને રાત્રી દરમિયાન ચોર ઈસમે નિશાન બનાવી હતી. દુકાનદારે દુકાન ખોલતા દુકાનના પાછળના ભાગે 12 ફૂટ ઊંચે હવા ઉજાસ માટે મૂકેલી બારી તૂટેલી હાલતમાં હતી. જેથી દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું.
Theft In Grocery Store : દુકાનના ગલ્લામાં મુકેલ 10,000 થી વધુની રોકડ
ત્યારબાદ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા. એક ઈસમે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરતો દેખાઈ રહ્યો હતો. ઇસમે દુકાનના ગલ્લામાં મુકેલ 10,000 થી વધુની રોકડ. તેમજ બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા 23,000. અન્ય સામાન બીડી, સિગરેટ, માવા, વગેરે મળી કુલ્લે 40,000 થી વધુની ચોરી કરી હતી. જેથી દુકાનદાર ચિરાગકુમાર મોદીએ ચોરીની ઘટના અંગે માંગરોળ પોલીસ મથકે જાણ કરતા. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી. આ ચોરીના ગુના સંદર્ભમાં દુકાનદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
તમે આ પણ વાચી શકો છો :
Congress Politics: શું સોનિયા ગાંધી રાજ્યસભામાં જશે?
તમે આ પણ વાચી શકો છો :