HomeGujaratTheft in Bullet Train Project :દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી, 12...

Theft in Bullet Train Project :દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી, 12 દિવસમાં 12.5 લાખનો સામાન સાફ; બે લોકોની ધરપકડ

Date:

Theft in Bullet Train Project :દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી, 12 દિવસમાં 12.5 લાખનો સામાન સાફ; બે લોકોની ધરપકડ

દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરીનો Theft in Bullet Train Project મામલો સામે આવ્યો છે. અમદાવાદથી મુંબઈ સુધીના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. 12 દિવસમાં પ્રોજેક્ટ સંબંધિત 12.5 લાખના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

બે લોકોની કરી ધરપકડ 

પકડાયેલા આરોપીઓની ગુજરાતના નવસારીના નસીલપુર ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓળખ મોહમ્મદ મુસા રાવત અને ઈમરાન શેખ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે સામગ્રીનો સ્ટોક કરવામાં આવ્યો હતો. 23 માર્ચથી પ્રોજેક્ટ સાઇટ પરથી લોખંડની પ્લેટો, એંગલ, સળિયા, સ્ટીલની પોપ પ્લેટ્સ, કપ લોક, સ્ટીલની ચેનલોની મોટાપાયે ચોરી થઈ હતી.

લોખંડની ચેનલો અને ટીએમટીના સળિયાની ચોરી

પ્રોજેક્ટ સાઈટ પર કામ કરતા એક કર્મચારીએ ટેમ્પો અને કારમાં કેટલાક અજાણ્યા લોકોને જોયા હતા. તેઓએ સ્થળ પરથી લોખંડની ચેનલો અને ટીએમટીના સળિયાની ચોરી કરી ટેમ્પોમાં ભરી લીધી હતી. કર્મચારીને જોઈને તે ટેમ્પો છોડીને કારમાં ચડી ગયો હતો. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આપેલી માહિતીના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ નસીલપુર ગામના રહેવાસી છે.

શું કહ્યું નવસારીના ડીએસપી એસકે રાયે?

ઘટના વિશે વાત કરતા નવસારીના ડીએસપી એસકે રાયે જણાવ્યું હતું કે, “બે ચોરોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ત્રણની શોધ ચાલી રહી છે. ટેમ્પો સાથે ચોરાયેલી લોખંડની એંગલ અને સળિયા પણ મળી આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ છેલ્લા 12 દિવસમાં અત્યાર સુધીમાં 12.5 લાખની કિંમતના લોખંડના મુદ્દામાલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

 

આ પણ વાંચી શકો : INDIA SRILANKA RELATIONSHIP : જાણો, કેવી રીતે સંકટમાં શ્રીલંકાની મદદ કરીને ભારત કોલંબોમાં ચીનને પછાડી શકે છે? 

આ પણ વાંચી શકો :Future of AAP in Gujarat Election:  શું ગુજરાતમાં આપની સાવરણી કરી શકશે ભાજપના સૂપડાં સાફ?

SHARE

Related stories

Latest stories