INIDA NEWS GUJARAT : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે હતા જે બાદ મુખ્યમંત્રી દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને અંતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ વિકાસ કાર્યોના કામોનું લોકાર્પણ તથા ખાતમુરત કરવામાં આવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 793.45 કરોડના વિકાસ કામોને વેગવતો બનાવ્યો હતો સાથે જ પટેલ સરોવર સહિતના પ્રોજેક્ટને પણ નવી દિશા આપી હતી જે બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ડબલ એન્જીની સરકારને વધુ વેગવંતી બનાવવા બદલ પ્રજાનો આભાર માન્યો હતો.
વિકાસના કામોના પ્રીજેકેટને ખુલ્લો મકાયા બાદ રાજકોટ વાસીઓને જાહેર મંચ પરથી સંબોધતા જણાવ્યું હતું કે કે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ નેતા તરીકે ઓળખાય છે અને તેઓએ રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચ્યો છે અને ડબલ એન્જિનની સરકાર લોકોના હિતમાં કામ કરે છે સાથે જ ગુડ ગવર્નર્સ અને સર્વગ્રાહી વિકાસને આગળ ધપાવવાની વાત કરી હતી અને ગુજરાતના શહેરીકરણમાં ફાળવવામાં આવેલ બજેટમાં પણ વધારો કરવાની મુખ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી,
રાજકોટ વાસીઓની માળખાગત સુવિધામાં વધારો થાય તે માટે આ વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના ડ્રીમ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટને પણ ભારતનો આઇકોનિક પ્રોજેક્ટ જણાવ્યું હતું સાથે જ 2047 ને ધ્યાને લઈ ગુજરાતનો વિકાસ એ જ હેતુ એ ધ્યેય કર્યો હતો.