અમદાવાદ શહેરની હવા બની ઝહેરી
દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરો ને પણ અમદાવાદે વાયુ પ્રદુષણ માં પાછળ છોડ્યું
Ahmedabad AQI: અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ 316 પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત બની છે.અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ (Air Quality monitoring system) લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ (carbon dioxide), ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ-ટુનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય. જેના પરથી એર ક્વૉલિટી ઈન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે. AQI એટલે કે એર ક્વૉલિટી ઈન્ડેક્ષ (Air Quality Index) જો 0થી 100 સુધી હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવું માની શકાય. પરંતુ AQI જો 100થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે તેવું કહી શકાય. AQI જો 200થી વધારે નોંધાય તો એવું માની શકાય કે હવામાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ છે.
અમદાવાદનો AQI 300ને પાર
તાજેતરમાં અમદાવાદનો AQI 300ને પાર થયો છે. એનો સીધો મતલબ એવો થયો કે હવા પ્રદૂષણ મામલે અમદાવાદ શહેરે મુંબઈ અને નવી દિલ્હીને પણ પાછળ મૂકી દીધા છે.તાજેતર ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ 316 પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. બોપલ અને રાયખડમાં AQI 308 છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારનો AQI 301 છે.
અમદાવાદની હવા ઝેરી બની
અમદાવાદ શહેરમાં હવા ઝેરી બની રહી છે. હવા પ્રદૂષિત હોવાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ પડી શકે છે. અસ્થામાં દર્દીઓ અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે આ હવા વધુ જોખમી બની શકે છે. હાલ હવાનું પ્રદૂષણ આ સ્તરે પહોંચ્યું હોવાથી લોકોએ માસ્ક પહેવું ફરજિયાત બની શકે છે.
અમદાવાદ નો વાયુ પ્રદુષણ રોકવું જરૂરી
દિલ્હી મુંબઈ જેવા મહાનગરો ને વાયુ પ્રદુષણ માં પાછળ મૂકી અમદાવાદ નો હવા નો રિપોર્ટ ખુબજ ખરાબ આવ્યું છે.ત્યારે તંત્ર ની સાથે આમ લોકો જાગૃત બની વૃક્ષા રોપણ અને વૃક્ષો નું જતન તથા જરૂરી વાહન વ્યવાર નોજ ઉપયોગ અને પ્રદુષણ ફેલાવતા એકમો પર લગામ લગાવી પડશે આમ તંત્ર સાથે લોકોને પણ જાગૃત થવું જરૂરી છે..
આ પણ વાંચી શકો :વિધવાપ્રથાની વેદનાં અને સમાજ:Widowhood Sufferings and Society:INDIA NEWS GUJARAT
આ પણ વાંચી શકો :વિશ્વ મધમાખી દિવસ 2022:World Bee Day 2022: INDIA NEWS GUJARAT