HomeGujaratTerror Of Dogs Continues : શ્વાનનો આતંક યથાવત 8 થી 10 રખડતા...

Terror Of Dogs Continues : શ્વાનનો આતંક યથાવત 8 થી 10 રખડતા કૂતરાઓએ 4 વર્ષની બાળકીને મારી નાખી – India News Gujarat

Date:

Terror Of Dogs Continues : બાળકો ઘરની બહાર રમતાં હતાં ત્યારની ઘટના. શ્વાને ચાર વર્ષની બાળકીનો લીધો ભોગ. બાળકી ઘર નજીક રમતા રમતા થઈ હતી ગુમ.

8 થી 10 શ્વાનનોએ હુમલો કર્યો

ભેસ્તાન સિદ્ધાર્થ નગરમાં જાળીઓમાં ગાયોને નાખેલા ચારમાં શેરડી લેવા ગયેલી. 4 વર્ષની બાળકી ઉપર રખડતાં 8 થી 10 શ્વાનનોએ હુમલો કરી તેને દબોચીને મારી નાખી હતી. માતા-પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતા. તે ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી આવી હતી.

5 વાગ્યાનાં સુમારે સુરમીલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા

મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ દેવચંદ અરડ હાલ ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા તેમજ એક દીકરી સુરમિલા સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું કામ કરે છે. કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા. અને સુરમીલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે 5 વાગ્યાનાં સુમારે સુરમીલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા. ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચાર નાખવામાં આવે છે. તે ચારમાં સુરમીલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમીલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8 થી 10 કૂતરાઓએ સુરમીલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી હતી. જેથી તે બેભાન થઈ ગઈ હતી.

Terror Of Dogs Continues : 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા

સુરમીલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમીલા દેખાઈ નહિ હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે સુરમીલા ત્યાં જાળીમાં પડેલી છે. જેથી હું ત્યાં જઈને જોયું તો સુરમીલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મે એ કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories