HomeGujaratTerrible Road Accident : અકસ્માતના દ્રશ્યો જોઈને હૈયુ કાપી ઉઠશે, અંકલેશ્વર સુરત...

Terrible Road Accident : અકસ્માતના દ્રશ્યો જોઈને હૈયુ કાપી ઉઠશે, અંકલેશ્વર સુરત જતી વખતે સર્જાયો ગમખનાર અકસ્માત – India News Gujarat

Date:

Terrible Road Accident : ભયંકર અકસ્માતમાં ડ્રાઇવરનો થયો આબાદ બચાવ. લોખંડની એંગલો ભરેલી ટ્રકનો થયો અકસ્માત.

ટ્રકચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો

અંકલેશ્વર રાજપીપળા ચોકડી સુરત તરફ જવાના માર્ગ ઉપર ભયજનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નેશનલ હાઇવે નંબર 48 પર એક ટ્રકચાલક લોખંડની ભારેખમ એંગલો લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક બ્રેક મારતા લોખંડની એંગલો આગળ ખસીને ડ્રાઈવર કેબીન પર પડી હતી. આ અકસ્માતમાં સદનસીબે કેબીનમાં રહેલા ડ્રાઈવરનો બચાવ થયો હતો.

વજનદાર એંગ્લો ટ્રકની આગળની કેબિન પર ચઢી હતી

જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઘટના અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર સામે આવી હતી. જેમાં અમદાવાદથી ટ્રકમાં લોખંડની એંગલો ભરી હૈદરાબાદ જાવા નીકળેલા ટ્રક ચાલક કરતાર ચૌધરી અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક પહોચતા અચાનકના આગળ એક કાર ચાલકે ઓવરટેક કરી કટ મારતા ટ્રકના ચાલકે બ્રેક મારતાંની સાથે જ લોખંડની મોટી અને વજનદાર એંગ્લો ટ્રકની આગળની કેબિન પર ચઢી હતી. સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે મોટા એંગલો માર્ગ પર ફેલાઈ જતા ટ્રાફિક અવરોધાયો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી એંગલો હટાવી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

Terrible Road Accident : એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ હતી

સર્જાયેલા આ અકસ્માતમાં સદનશીબે ડ્રાયવરનો આબાદ બચાવ થયો છે ત્યારે લોખંડની વિશાળ એંગલો ભરેલી ટ્રકને બ્રેક મારતા એંગલો ડ્રાઈવર કેબિન પર ચડી ગઈ હતી, અને આ અકસ્માત બાદ જે દ્રશ્યો સર્જાયા હતા એ સ્થિતિની ભયાનકતા દર્શાવતી હતી.

તમે આ પણ વાચી શકો છો :

Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો

તમે આ પણ વાચી શકો છો :

Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે

SHARE

Related stories

Mumbai Boat Mishap:2 મુસાફરો હજુ પણ ગુમ છે, શોધ અભિયાન ચાલુ છે-India News Gujarat

Mumbai Boat Mishap: મુંબઈ બોટ દુર્ઘટના, 2 મુસાફરો હજુ...

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

Latest stories