HomeBusinessWork From Home Fraud: વર્ક ફ્રોમ હોમ ના નામ પર લોકો સાથે...

Work From Home Fraud: વર્ક ફ્રોમ હોમ ના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન-India News Gujarat

Date:

  • જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ લિંક આવે છે, તો તેના પર ક્યારેય ક્લિક કરશો નહીં.
  • નોકરી મેળવવા માટે, કોઈપણ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાથી સાવચેત રહો.
  • WhatsApp પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળો.
  • કોરોનાકાળ બાદ વર્ક ફ્રોમ હોમ (Work From Home) વધારે પ્રચલિત થયું છે અને લોકોની તે પહેલી પસંદ પણ બન્યું છે.
  •  હાલમાં પણ ઘણી કંપનીઓ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સુવિધા આપી રહી છે. તેની સાથે જ ઠગ્સ દ્વારા ફ્રોડની કેસ પણ વધી રહ્યા છે.
  •  વોટ્સએપ મેસેજ દ્વારા લોકોને કહેવામાં આવે છે કે આ જોબ વર્ક ફ્રોમ હોમ માટે છે.
  • જુદા-જુદા બ્લોગર્સની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની રીચ વધારવા માટે કામ કરવાનું છે.

Work From Home Fraud:લોકોના ખાતામાં 1,000 થી 10,000 રૂપિયા મોકલે છે

  • આ કામમાં દરરોજ અમુક એકાઉન્ટ્સને ફોલો કરવા પડશે અને વિડિયો લાઇક કરવા પડશે.
  •  પહેલા જ દિવસે કૌભાંડીઓ લોકોના ખાતામાં 1,000 થી 10,000 રૂપિયા મોકલે છે, જેના કારણે તેમને આ કામ અંગે વિશ્વાસ આવે છે.
  • એકાઉન્ટને લાઈક અને ફોલો કરવાનું કામ એવી રીતે જણાવવામાં આવે છે કે કંપનીના વિકાસ માટે આ કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ખૂબ જ વ્યાવસાયિક રીતે આવા મેસેજનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે.
  • દરરોજ 20 એકાઉન્ટને ફોલો કરવા અને પોસ્ટને લાઈક કરવા માટે કહેવામાં આવે છે.
  • ઘણી વખત નકલી આઈડી કાર્ડ પણ મોકલવામાં આવે છે જેથી લોકો સરળતાથી જાળમાં ફસાઈ જાય.

કેવી રીતે લોકોને શિકાર બનાવે છે?

  • લોકોનો વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
  •  ત્યારબાદ ટેલિગ્રામમાં ગૃપ બનાવવામાં આવે છે.
  •  તેમના ગૃપમાં સામેલ સભ્યોને તેમના મિત્રો અને પરિવારને એડ કરવા માટે પણ કહેવામાં આવે છે અને નવા સભ્યોને લાવવા માટે કમિશન પણ આપવામાં આવે છે.

લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે

  • આ વર્ક ફ્રોમ હોમ ફ્રોડમાં જુદા-જુદા પ્રકારના ઘણા ટાસ્ક આપવામાં આવે છે
  • વિડીયો લાઈક કરવો કે યુટ્યુબ ચેનલ લાઈક કરવી.
  • આ ઉપરાંત ક્રિપ્ટોના નામે પણ આવું જ કૌભાંડ ચાલી રહ્યું છે.
  • ક્રિપ્ટો માઈનીંગના કામના બહાને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે.
  •  જે લોકો જાળમાં ફસાયા તેઓને બાદમાં ટેલિગ્રામ પર જોડાવા માટે કહેવામાં આવે છે.
  • ઠગ્સ લોકોના કેટલાક સભ્યો તે ટેલિગ્રામ ગૃપમાં પહેલેથી જ તેમાં હોય છે, તેમાં મોટી કમાણી કરવાની લાલચ આપવામાં આવે છે.
  •  જ્યારે લોકો વધારે રૂપિયા ટ્રાન્સફર કરે છે ત્યારબાદ છેતરપિંડી કરનારા એકાઉન્ટ બંદ કરી દે છે.

છેતરપિંડી કરનારાથી આવી રીતે બચો

  • જો કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ લિંક આવે છે, તો તેના પર ક્યારેય ક્લિક કરશો નહીં.
  • નોકરી મેળવવા માટે, કોઈપણ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાથી સાવચેત રહો.
  •  WhatsApp પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળો.
  • જો કોઈ અજાણી વ્યક્તિએ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હોય અને તમે તે ગ્રુપમાં કોઈને ઓળખતા ન હોવ તો તરત જ ગ્રુપ છોડી દો. અજાણ્યા નંબર પરથી કોઈપણ બારકોડ સ્કેન કરશો નહીં.
  • તમે તમારી ફરિયાદ ભારત સરકારની વેબસાઇટ cybercrime.gov.in પર કરી શકો છો.

SHARE

Related stories

Latest stories