HomeHealthToken Dispenser Machine: સ્મીમેર હોસ્પિટલમાં ટોકન ડિસ્પેન્સર મશીનની સુવિધા ઉપલબ્ધ, હોસ્પિટલ પપેરલેસસ...

Token Dispenser Machine: સ્મીમેર હોસ્પિટલમાં ટોકન ડિસ્પેન્સર મશીનની સુવિધા ઉપલબ્ધ, હોસ્પિટલ પપેરલેસસ સિસ્ટમ શરૂ કરશે – INDIA NEWS GUJARAT

Date:

Token Dispenser Machine: સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનશે

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓની સુવિધાને ધ્યાને રાખીને પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. હાલ હોસ્પિટલમાં ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.

હવે હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે કવાયત

સુરત મનપા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં અલગ – અલગ વિભાગોમાં પ્રતિદિન હજજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે, ત્યારે દર્દીઓ અને તેમના પરિવારજનોનો મોટા ભાગનો સમય કેસ પેપરથી માંડીને તબીબ ને બતાવવામાં વેડફાઈ જતો હોય છે.આ સ્થિતિ ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા હવે સ્મીમેર હોસ્પિટલને પણ પેપરલેસ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપ ના કોર્પોરેટર મનીષા આહીર એ જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે.

Token Dispenser Machine: પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને રાહત મળશે

બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ તેમજ કલાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે. પેપરલેસ અને લાઈન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓ ને થશે. હોસ્પિટલ માં નવી સુવિધા ને લઈ વિરોધ પક્ષે સુવિધા ને વધારી પરંતુ બીન અભિયાસી લોકો હોસ્પિટલ માં આવશે તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઉભી રાખવાની માંગ કરી છે.હાલ હોસ્પિટલ ઈન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ HIMS હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપુર્ણપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારીઓ ભહુ જ ઝડપથી ચાલી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા હજજારી દર્દીઓને સીધો લાભ મળશે.

દર્દી અને પરિવારજનનો મોટાભાગનો સમય વેડફાતો હતો

આ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે, સ્મિમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. હવે દર્દી જયારે પણ હોસ્પિટલ આવશે ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સર માંથી લેવાનું રહશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહી પડે.આ સાથે જ દર્દીઓ માટે વેઈટિંગ લોન્જ પણ ઉભા કરવામાં આવશે જ્યાં ON સ્ક્રીન એમને એમનો ટોકન નંબર દેખાશે.

સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી હવે રાહત મળશે અને સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બનશે.

તમે આ પણ વાંચોઃ

 Land for Job Case: બધાની નજર લાલુ યાદવ પર ટકી

તમે આ પણ વાંચોઃ 

Pariksha Pe Charcha: વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ આપવાનો આપશે મંત્ર

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories