India News: અત્યારના સમયમાં ટામેટાંના ભાવ સાતમા આકાશે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોએ તેને ખાવાનું પણ છોડી દીધું છે. આ સ્થિતિ માત્ર સામાન્ય જનતાની જ નહીં પરંતુ દેશની મોટી હસ્તીઓની પણ છે. લાલ ટામેટાએ હાલત કફોડી કરી દીધી છે. આવી સ્થિતિમાં Paytm એ સસ્તા ટામેટાં વેચવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જે બાદ ટામેટાં અડધા ભાવે એટલે કે રૂ. 70 પ્રતિ કિલોના ભાવે ખરીદી શકાય છે. આ સુવિધા દિલ્હી-NCRના લોકો માટે હશે. ટામેટાંના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. લોકોને 150થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદવાની ફરજ પડી રહી છે.
સસ્તા ટામેટાં
અહેવાલો અનુસાર તેણે સસ્તા ટામેટાં વેચવા માટે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અને NCCF સાથે ભાગીદારી કરી છે. મંગળવારે આ માહિતી આપતા, Paytm ઈ-કોમર્સ પ્રાઈવેટ લિમિટેડ (PEPL) એ કહ્યું કે તેણે દિલ્હી-NCRમાં 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ભાગીદારી કરી છે. ટામેટા ખાનારાઓને આ પહેલથી ચોક્કસ રાહત મળશે. હવે યુઝર્સ એક સપ્તાહમાં વધુમાં વધુ બે કિલોગ્રામ ટામેટાં ખરીદી શકશે, જેની કિંમત 140 રૂપિયા હશે. આ સિવાય ફ્રી ડિલિવરીની સુવિધા પણ મળશે.
આ રીતે ઓર્ડર કરો
આ માટે તમારી પાસે Paytm એપ હોવી જરૂરી છે.
યુઝર્સે પહેલા Paytm એપ ઓપન કરવી પડશે.
આ પછી, ONDC Food પેજ ખુલશે, જ્યાં NCCF ના ટામેટાં ક્લિક કરવાનું રહેશે.
આ પછી ટામેટાની ગુણવત્તા પસંદ કરો.
આ પછી ડિલિવરી સરનામું દાખલ કરો.
ચુકવણી વિકલ્પ પસંદ કરો, તે પછી ઓર્ડરની પુષ્ટિ કરો.