Life Saving Window: આદિવાસી વિદ્યાર્થીનો પ્રયોગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિલેકટ
મેટ્રો સીટીઓમાં હાઈ રાઇઝ બિલ્ડીંગોમાં બનતી આગની ઘટનાઓ વખતે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે તો ક્યારેક આવી દુર્ઘટનામાં લોકોના જીવ પણ જાય છે. ત્યારે આવી ઘટનાઓને બનતી અટકાવવા અને મોટી જાનહાની ટાળવા ના હેતુ સાથે વલસાડની એક પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/01/લાઇફ-સવિનગ-વિન્ડો-૫.png)
અનોખી લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની આ છે સરકારી પ્રાથમિક શાળા. આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જિયાંશ મનીષભાઈ પટેલ નામના એક વિદ્યાર્થી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક ચેતન પટેલે એક અનોખી કૃતિ બનાવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા ગણિત વિજ્ઞાન મેળાઓ બાદ હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએથી લઇ હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થઇ છે. આથી આ બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/01/લાઇફ-સવિનગ-વિન્ડો-1.png)
નાનકડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ બનાવેલીઆ કૃતિનું નામ લાઈફ સેવિંગ વિન્ડો છે. આ લાઇફ સેવિંગ વિન્ડો જોવામાં સામાન્ય લાગશે પરંતુ તેનો ઉપયોગ અને મહત્વતા જાણીને આપને પણ નવાઈ લાગશે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે શહેરોમાં હાઈ રાઇઝ બિલ્ડીંગો બનતી થઈ છે.
Life Saving Window: ફાયર એક્ઝિટ માટે બહૂપયોગી સિસ્ટમ
ત્યારે આ હાયરાઇઝ બિલ્ડીંગોમાં જ્યારે આગની દુર્ઘટના બને છે. ત્યારે આવા સમયે ક્યારેક બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સેફટી સિસ્ટમ પણ કામ લાગતી નથી. અને બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને મદદ પહોંચતા સમય લાગે છે. આથી અનેક લોકો એ જીવ ગુમાવવાનો વારો આવે છે. પરંતુ ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ દ્વારા આગની દુર્ઘટનાઓ વખતે લોકોના જીવનું રક્ષણ થઈ શકે છે. અને બહારથી કોઈ મદદ પહોંચે એ પહેલા જ બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાની જાતેજ જ પોતાના જીવ બચાવી શકે છે. ત્યારે કેવી રીતે આ લાઈફ સેવિંગ વિન્ડો કામ કરશે? સાંભળો કૃતિ બનાવનાર વિદ્યાર્થી પાસેથી.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/01/લાઇફ-સવિનગ-વિન્ડો-૩-1-2.jpg)
થોડા વર્ષ અગાઉ સુરતમાં બનેલી તક્ષશિલા આગની ઘટનામાં અનેક માસુમ બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ખેરલાવની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષકે બનાવેલી આ કૃતિ આવી દુર્ઘટના વખતે સૌથી મહત્વની પુરવાર થઈ શકે છે. કારણ કે નજીવા ખર્ચે જ બિલ્ડીંગોમાં જે રીતે બારીની ગ્રીલ લગાવવામાં આવે છે. એવી જ રીતે આ લાઇફ સેવિંગ વિન્ડો લગાવવામાં આવે છે જે સેન્સર સાથે જોડાયેલી હોય છે. જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આ સેન્સર કામ કરવાનું શરૂ કરે છે. અને આગ લાગે એ વખતે જ આ અનોખી લાઇફ સેવિંગ વિન્ડો એક તરફ ખસે છે અને તે નીચેની તરફ ઢળે છે અને એક સીડીનો આકાર બને છે. આથી બિલ્ડીંગોમાં ફસાયેલા લોકો આ બારી દ્વારા બહાર આવી અને સીડીથી નીચે ઉતરી પોતાનો જીવ બચાવી શકે છે. આમ આગની દુર્ઘટનાઓ વખતે અતિ મહત્વની સાબિત થઈ શકે છે.
કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે
આ લાઇફ સેવિંગ વિન્ડો સિસ્ટમને ગણિત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને જિલ્લા કક્ષાથી લઈ આ કૃતિ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી પસંદ થઈ હવે આંતરરાષ્ટ્રીય કક્ષા એ પસંદગી પામી છે ને હવે આ કૃતિ જાપાનમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. અને આ નાનકડા ગામનું આદિવાસી બાળક હવે જાપાનમાં જઈ પોતાની પ્રતિભાનો પરિચય કરાવી ન માત્ર વલસાડ જિલ્લા કે ગુજરાત પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કરવા જઇ રહ્યો છે.. આથી શાળાના શિક્ષકો અને ગામમાં પણ ઉત્સાહનો માહોલ છે.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/01/લાઇફ-સવિનગ-વિન્ડો-2-.jpg)
તમે આ પણ વાચી શકો છો :
Lok Sabha Elections: ‘મોદીને પસંદ કરો’, લોકસભા ચૂંટણી માટે ભાજપનું નવું અભિયાન શરૂ
તમે આ પણ વાચી શકો છો :
Mine Collapse: આફ્રિકાના માલીમાં ગેરકાયદેસર સોનાની ખાણ પડી ભાંગી, 70 થી વધુ લોકોના મોત