HomeGujaratKBC Fraud:KBC ના નામે ફ્રોડ, ફોન કોલ અને વોટ્સએપ પર રૂપિયાની લાલચ...

KBC Fraud:KBC ના નામે ફ્રોડ, ફોન કોલ અને વોટ્સએપ પર રૂપિયાની લાલચ આપીને થાય છે ફ્રોડ-India News Gujarat

Date:

  • KBC Fraud : એક નાની ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
  • સ્કેમર્સ વોટ્સએપ પર કોલ કરીને અથવા તો મેસેજ કરીને લોકોને લલચાવે છે.
  • ઘણા લોકો આ બાબતે સજાગ હોય છે તેથી આ પ્રકારના મેસેજને અવગણે છે.
  •  પરંતુ ઘણા લોકો તેની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવે છે.
  • દર વર્ષે જ્યારે શો ઓન એર થાય છે ત્યારે KBCના નામે છેતરપિંડીના કેસ સામે આવે છે.
  • સાયબર ગુનેગારો KBC ના નામે લોકને રૂપિયાની લાલચ આપીને ફ્રોડ કરી રહ્યા છે. તેથી લોકોએ આ બાબતને લઈ સાવચેત રહેવું જોઈએ.

KBC Fraud:લોકો જાળમાં ફસાઈને ગુમાવે છે રૂપિયા

  • લોકોની એક નાની ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.
  • સ્કેમર્સ વોટ્સએપ પર કોલ કરીને અથવા તો મેસેજ કરીને લોકોને લલચાવે છે.
  • ઘણા લોકો આ બાબતે સજાગ હોય છે તેથી આ પ્રકારના મેસેજને અવગણે છે. પરંતુ ઘણા લોકો તેની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવે છે.
  •  દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દર વર્ષે જ્યારે શો ઓન એર થાય છે ત્યારે KBCના નામે છેતરપિંડીના કેસ સામે આવે છે.

લોકો લાલચમાં આવીને તેમના પર કરે છે વિશ્વાસ

  • ઠગ લોકો KBC ટીમના સભ્ય હોવાનો ઢોંગ કરીને લોકોને ક્વિઝમાં ભાગ લઈ રોકડ ઈનામ જીતવાનું કહે છે.
  •  તેઓ કહે છે કે આ તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં વિજેતા બન્યા છો.
  •  લોકો લાલચમાં આવીને તેમના પર વિશ્વાસ કરે છે.
  • આ ઉપરાંત સ્કેમર્સ સરળ સવાલો પૂછીને લોકોને ક્વિઝમાં વિજેતા બનાવે છે.

પ્રોસેસિંગ ફીની કરે છે માગ

  • સાયબર ગુનેગારો જીતેલા ઈનામની રકમ મેળવવા માટે લોકો પાસેથી પ્રોસેસિંગ ફીની માગ કરે છે.
  • તેઓ કહે છે કે ત્યારબાદ જ ક્વિઝમાં જીતેલી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • આ ઉપરાંત તેઓ લોકો પાસેથી ટેક્સ અને અન્ય ચાર્જીસ માટે પણ રૂપિયા માંગે છે.
  • લોકો તેના વિશ્વાસ કરીને ઈનામની મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ચાર્જ કે અન્ય ચાર્જની રકમની ચૂકવણી કરે છે.
  • રૂપિયા ચૂકવ્યા બાદ જ્યારે ઈનામની રકમ મળતી નથી ત્યારે લોકોને ખબર પડે છે કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેથી આવા ફોન કોલ કે મેસેજ આવે તો સાવચેત રહેવું જોઈએ.

તમે આ પણ વાંચી શકો છો :

Moye Moye : દિલ્હી પોલીસથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી, બધા કરી રહ્યા છે મોયે મોયે, શું છે મોયે મોયે ?

તમે આ પણ વાંચી શકો છો :

Cockroach in Salad at Khodiyar Kathiawadi Dhaba: “ટેસ્ટ ઓફ ભરૂચ” ગણાવતા ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સલાડમાં વંદો 

SHARE

Related stories

Latest stories