iPhone 14 Proમાં ‘ઓલવેઝ ઑન ડિસ્પ્લે’ feature
આવનારા સમયમાં કંપની એવા iPhones લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેની ડિસ્પ્લે હંમેશા ઓન ‘ઓલવેઝ ઑન ડિસ્પ્લે’ (Always on Display feature) રહેશે.-India News Gujarat
Apple નવી પેઢી માટે iPhones લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે એક નવો રિપોર્ટ કહે છે કે, બહેતર સ્ક્રીન રિફ્રેશ રેટને કારણે તેનું પ્રો વર્ઝન ‘ઓલવેઝ ઑન ડિસ્પ્લે’ સાથે આવી શકે છે. Gizmochina અનુસાર, iPhone 13 Pro શ્રેણી 120Hz રિફ્રેશ રેટ સાથે પ્રોમોશન ડિસ્પ્લે સાથે આવી હતી, એવું લાગી રહ્યું છે કે, આ વર્ષના iPhone 14 Pro મોડલમાં કેટલાક અપગ્રેડ સાથે આ ડિસ્પ્લે ટેક્નોલોજીનો પણ સમાવેશ થશે-India News Gujarat
14 Pro Max:
રિપોર્ટ અનુસાર, જાણીતા ડિસ્પ્લે એનાલિસ્ટ રોસ યંગ માને છે કે, આગામી પેઢીના iPhones પ્રમોશન પેનલનો ઉપયોગ કરશે. જે 1Hz રિફ્રેશ રેટ સુધી પણ ઘટી શકે છે. આનો અર્થ એ થશે કે આઇફોન નિર્માતા ટૂંક સમયમાં વધુ સારા ફીચર્સ ઓફર કરી શકશે તેમજ આગામી સ્માર્ટફોન પર તેની બેટરી લાઇફને પણ બહેતર બનાવી શકશે. આમાંની એક વધુ સારી સુવિધાઓમાં હંમેશા ઓન ડિસ્પ્લેનો સમાવેશ થાય છે.-India News Gujarat
આ વર્ષ માટે ચાર નવા iPhone મોડલ તૈયાર કરી રહી છે,
- જેમાં iPhone 14, 14 Pro, 14 Max અને 14 Pro Maxનો સમાવેશ થાય છે.
- iPhone 14 અને Pro મૉડલ 6.1-ઇંચની સ્ક્રીન સાથે આવશે,
- Max અને Pro Max મૉડલ 6.7-ઇંચની સ્ક્રીનથી સજ્જ હશે.
- જો કે, ટેક જાયન્ટ આ વર્ષે 5.4 ઇંચના આઇફોન મિનીને બંધ કરી શકે છે.