- Google Doodle: આજે ગૂગલ એક ખાસ ડૂડલ (Google Doodle) સાથે જોવા મળી રહ્યું છે.
- આજે કેટ-આઈ ફ્રેમના ડિઝાઈનર અને ચશ્માના બજારમાં ક્રાંતિ કરનાર અમેરિકન ડિઝાઈનર અલ્ટીના શિનાસીનો જન્મદિવસ છે.
- તેણીએ ખૂબ જ નાની ઉંમરથી તેની પ્રતિભાને ઓળખી હતી પરંતુ તેના જીવનમાં ત્યારે યુ-ટર્ન આવ્યો, જ્યારે તેણે ચશ્માની દુકાનમાં વિન્ડો ડ્રેસર તરીકે તેના કરિયરની શરૂઆત કરી.
- ગૂગલ દરેક લોકોના રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, જો આપણે કોઈ જાણકારી મેળવવા માંગતા હોઈએ, તો આપણે તેને સીધી ગૂગલમાં સર્ચ કરીએ છીએ. પરંતુ કેટલીકવાર આ ગૂગલ એકદમ અલગ અને અટ્રેક્ટિવ લાગે છે, તેને ગૂગલ ડૂડલ (Google Doodle) કહેવામાં આવે છે.
- કોઈ પ્રખ્યાત વ્યક્તિનું સન્માન કરવા માટે, ગૂગલ તેમના જન્મદિવસ અથવા પુણ્યતિથિ પર ખાસ ડૂડલ બનાવે છે.
- આજે પણ ગૂગલ સર્ચ એન્જિન એક અલગ જ અંદાજમાં જોવા મળે છે.
- ગૂગલ આજે અમેરિકન કલાકાર, ડિઝાઈનર અને શોધક અલ્ટિના શિનાસીનો જન્મદિવસ ઉજવી રહ્યું છે.
- લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે આ મહિલા કોણ છે અને તેને શેના માટે ગૂગલે ખાસ શુભેચ્છા પાઠવી છે.
Google Doodle:કોણ છે અલ્ટિના શિનાસી?
- અલ્ટિના શિનાસી એક પ્રખ્યાત અમેરિકન કલાકાર, ડિઝાઈનર અને શોધક છે.
- તેઓ ફેશન અને ચશ્માની ડિઝાઈનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે જાણીતા છે.
- તેમણે હાર્લેક્વિન ચશ્માની ફ્રેમની શરુઆત કરી, જે આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.
- અલ્ટિના શિનાસીની આ પોપ્યુલર આંખની ફ્રેમ ‘કેટ-આઈ’ ફ્રેમના નામથી જાણીતી છે.
- અલ્ટિનાનો જન્મ 4 ઓગસ્ટ 1907ના રોજ મેનહટ્ટન, ન્યૂયોર્કમાં થયો હતો.
- અલ્ટિના શિનાસીને બાળપણથી જ કળાનો ખૂબ જ શોખ હતો.
- અલ્ટિના શિનાસીની કલાત્મક સફર પેરિસમાં શરૂ થઈ હતી અને ફિલ્મ તેમજ ફેશનની દુનિયામાં ઘણું યોગદાન આપ્યું છે.
- 19 ઓગસ્ટ, 1999ના રોજ તેમનું અવસાન થયું.
- અલ્ટિનાને બાળપણથી જ કલામાં રસ હતો, જેના કારણે તેને શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી પેરિસમાં પેઈન્ટિંગનો શોખને એક રસ્તો આપ્યો.
- અલ્ટિના શિનાસીએ ન્યૂયોર્કમાં ધ આર્ટ સ્ટુડન્ટ્સ લીગમાં તેની પ્રતિભાને આગળ વધારી.
ઘણા પ્રખ્યાત લોકો સાથે કોલેબોરેશન કરવાનો મળ્યો મોકો
- ફિફ્થ એવન્યુ પરના કેટલાક સ્ટોર્સમાં વિન્ડો ડ્રેસર તરીકે કામ કરતી વખતે અલ્ટિના શિનાસીના જીવનનો સૌથી મોટો વળાંક આવ્યો, કારણ કે તેમને સાલ્વાડોર ડાલી અને જ્યોર્જ ગ્રોઝ જેવા ફેમસ કલાકારો સાથે કોલેબોરેશન કરવાની તક મળી હતી.
- અહીંથી અલ્ટિના શિનાસીએ પોતાની કલાત્મક દ્રષ્ટિથી બધાને પ્રભાવિત કર્યા અને ઘણું શીખી.
કેવી રીતે આવ્યો ‘કેટ–આઈ’ ફ્રેમનો આઈડિયા?
- અલ્ટિના શિનાસીને જ્યારે તે વિન્ડો ડ્રેસર તરીકે કામ કરતી હતી ત્યારે ‘કેટ-આઈ’ ફ્રેમનો વિચાર આવ્યો.
- અલ્ટિના શિનાસીએ જોયું કે મહિલાઓ પાસે ચશ્માની ફ્રેમની વધુ પસંદગી નથી, તેથી તેણે તેના પર કામ કરવાનું શરૂ કર્યું.
- અલ્ટિનાને ઈટાલીના વેનિસમાં કાર્નેવેલ ફેસ્ટિવલ દરમિયાન પહેરવામાં આવતા હાર્લેક્વિન માસ્કથી પ્રેરિત કેટ આઈ ફ્રેમનો પ્રથમ પ્રોટોટાઈપ બનાવ્યો હતો.
1930-1940 વચ્ચે મળી પોપ્યુલારિટી
- શરૂઆતમાં અલ્ટિના શિનાસીએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
- પરંતુ શોધના થોડા સમય પછી અલ્ટિના શિનાસીને તક આપવામાં આવી.
- પહેલો પ્રોટોટાઈપ કાગળ પર બનાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે તેની પહેલી ફ્રેમ બનાવી ત્યારે તે હિટ બની હતી.
- અલ્ટિના શિનાસીના હાર્લેક્વિન ચશ્માએ 1930 અને 1940ની વચ્ચે ખૂબ જ પોપ્યુલારિટી મેળવી હતી. આજે પણ લોકોને ચશ્મા બજારમાં કેટ-આઈ ફ્રેમ ગમે છે.
અમેરિકન ડિઝાઈન એવોર્ડથી સમ્માનિત
- આ કેટ આઈ ફ્રેમ માટે અલ્ટિનાને 1939 માં પ્રતિષ્ઠિત લોર્ડ એન્ડ ટેલર અમેરિકન ડિઝાઈન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. અલ્ટિનાને કેટલાક સામયિકોમાં પણ આઈવિયર ફેશનની દુનિયામાં અગ્રણી તરીકે ઓળખવામાં આવે છે.
તમે આ પણ વાંચી શકો છો-
તમે આ પણ વાંચી શકો છો-
Google Pixel: Pixel સ્માર્ટફોન ભારતમાં જ બનશે, આ કંપનીઓ સાથે વાતચીત