Excessive Google Use: સોસિયલ મીડિયાની સાઈડ ઇફેક્ટની વાટ કરીએ તો – એક 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આપઘાતનું કારણ એવું જાણવા મળ્યું છે કે, તે સતત મોબાઈલ પર જ રહેતી હતી અને સોશિયલ મીડિયાનું વળગણ લાગ્યું હતું, જેના કારણે તે ડિપ્રેશનનો પણ શિકાર બની હતી. 2 મહિનાથી તેણીની માનસિક રોગની દવા પણ ચાલતી હતી પરંતુ, આ વળગણ તેના પર એટલી હદ સુધી હાવી થઈ ગયું કે, તેને ગૂગલ મરી જા કહે છે એવો ભ્રમ બંધાતા પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો
સુરતના ગોપીપુરા વિસ્તારના મોટી છીપવાડમાં પરિવાર સાથે રહેતી 20 વર્ષીય વિશાખા રાણાએ ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક વિશાખા ધોરણ-10માં અભ્યાસ કરતી હતી અને માતા સાથે દોરાના બોબીન બનાવવાના કારખાનામાં નોકરી કરતી હતી. માતા અને પુત્રી કારખાનાથી ઘરે પરત આવ્યા બાદ વિશાખાએ રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી.
Excessive Google Use: ગુગલના વપરાશથી યુવતીને લાગતું…
મૃતક યુવતીના ભાઈ વાસુ રાણાએ આપઘાતના કારણ અંગેની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મારી બહેન ગૂગલ પર સતત ફેસ એક્સરસાઈઝ કર્યા રાખતી હતી. તેના કારણે જ સતત તેના મગજમાં ગૂગલના અવાજ ઘૂમ્યા રાખતા હતા. ગૂગલ કહે છે તને દેખાય છે, ગૂગલ કહે છે ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે મરી જા. આવા અવાજ તેને સતત સંભળાયા રાખતા હતા. આ ફેસ એક્સરસાઈઝના કારણે યુવતીનું ફેસ એકદમ બદલાઈ ગયું હતું અને તેની પરિવારજનોને જાણ થતા તુરંત જ ડોક્ટર પાસે લઈ ગયા હતા. 15-20 દિવસ દવા પણ કરી હતી જે બાદ ડોક્ટરે પરિવારજનોને યુવતીને માનસિક ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી. બે મહિનાથી વધુ સમયથી માનસિક ડોક્ટરની દવા ચાલતી હતી. ડોક્ટરે કહ્યું હતું કે, મોબાઈલ વધુ જોવે છે એટલે તેની અસર છે પરંતુ, દવા ચાલુ રાખશો એટલે સમય જતા સારું થઈ જશે. ડોક્ટરે કહ્યું પછી એક મહિનાથી અમે તેને મોબાઈલ જોવાનું પણ બંધ કરાવી દીધું છે.
“ગૂગલ કહે છે મરી જા”
વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતક વિશાખા રાણા પહેલા પોતાના રોજિંદા દૈનિક કામકાજમાં પણ મોબાઈલનો ઉપયોગ કરતી હતી. જેને લઇ તેના મગજ પર મોબાઈલ અને સોશિયલ મીડિયા ખૂબ જ પ્રભાવિત થઈ ગયું હતું. માનસિક ડોક્ટર પાસે લઈ ગયા તે સમય દરમિયાન તો વિશાખા રાણાને ગૂગલ દેખાય છે, ગૂગલ ખાવાનું ના પાડે છે, ગૂગલ કહે છે મરી જા એવો અવાજ સંભળાયા કરતાં હતા તેવું પરિવારને કહેતી હતી. દર્શન કરવા માટે મંદિરમાં લઈ જઈએ તો પણ ત્યાં પણ તેને મોબાઈલ દેખાતો હોવાનું કહ્યા કરતી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: