HomeBusinessDigital Transformation:ચેમ્બર દ્વારા ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિષે સેશન યોજાયું-India News Gujarat

Digital Transformation:ચેમ્બર દ્વારા ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિષે સેશન યોજાયું-India News Gujarat

Date:

  • Digital Transformation: નિષ્ણાતોએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને બિઝનેસના ડેવલપમેન્ટ હેતુ સમયની માંગ એવા ડિજીટલાઇઝેશન તથા કલાઉડ સર્વિસ તેમજ તેના લાભો વિષે વિસ્તૃત જાણકારી આપી
  • ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. રર ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં નિષ્ણાત વકતા તરીકે પેન્ટાગોન સિસ્ટમ એન્ડ સર્વિસિસ પ્રા.લિ.ના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ગ્લોબલ લીડર અભિલાષ દાસ અને એડબ્લ્યુએસ ઇન્ડિયાના બિઝનેસ મેનેજર રાજ શાહે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને બિઝનેસના ડેવલપમેન્ટ માટે ડિજીટલ ટ્રાન્સફોર્મેશનના જુદા–જુદા પાસા અને તેના મહત્વ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં ટેકનોલોજીમાં ઝડપી બદલાવ આવી રહયો છે.
  • ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ પણ ફોસ્ટરીંગ ઇનોવેશન, ગ્રોથ અને એડેપ્ટીબિલિટીમાં લીડ લીધી છે.
  • બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ઘણી ઉપયોગિતા વધી ગઇ છે અને તેને સ્વીકારીને આગળ વધવું એ સમયની માંગ છે.

Digital Transformation:કંપનીઓ ડિજીટલાઇઝેશનના માધ્યમથી કઇ રીતે આગળ વધી રહી છે?

  • વકતા રાજ શાહે સરકારી તથા અર્ધ સરકારી વિભાગ, કોર્પોરેટ કંપનીઓ અને નાની એસએમઇ બેઇઝ કંપનીઓ ડિજીટલાઇઝેશનના માધ્યમથી કઇ રીતે આગળ વધી રહી છે? તેની વિસ્તૃત માહિતી આપી હતી.
  • તેમણે ડિજીટલ ટ્રાન્સફોર્મેશનની સર્વિસ જ્યારે શરૂ થઇ હતી તે સમયની સ્થિતિ અને અત્યારે જે રીતે તેનો વ્યાપ વધી રહયો છે તેના વિષે ચર્ચા કરી હતી.
  • વ્યાપાર – ઉદ્યોગની સાથે સંકળાયેલા એકમો, વિવિધ કંપનીઓ, સંસ્થાઓ તેમજ ઓફિસોમાં ડિજીટલ ટ્રાન્સફોર્મેશન વિવિધ ડોમેન જેવા કે ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેવલપમેન્ટ, સાઇટ સર્વિસ, સપોર્ટ સર્વિસ અંગે માહિતી આપી ડેટાને કઇ રીતે સિકયોર કરી શકાય? તેની માહિતી આપી હતી.
  • આ ઉપરાંત તેમણે કલાઉડ સર્વિસ તેમજ તેના લાભો વિષે જાણકારી આપી હતી.
  • તેમણે જણાવ્યું હતું કે, જેમ જેમ કલાઉડ સર્વિસનો વ્યાપ વધી રહયો છે તેમ આ સર્વિસ દિવસે ન દિવસ સસ્તી થઇ રહી છે.
  • તદુપરાંત તેમણે એડબ્લ્યુએસ, દરેક મોડેલ અને સિસ્ટમ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી

વ્યાપાર – ઉદ્યોગ તથા વિવિધ સર્વિસિસ

  • વકતા અભિલાષ દાસે જણાવ્યું હતું કે, ખાસ કરીને વ્યાપાર – ઉદ્યોગ તથા વિવિધ સર્વિસિસની સાથે સંકળાયેલી વ્યકિતઓ જો ડિજીટલાઇઝેશન નહીં કરશે તો તેઓ ઘણી તકો ચૂકી જશે.
  • દક્ષિણ ગુજરાતના આઇટી ક્ષેત્રની સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને પડતી કેટલીક મુશ્કેલીઓ વિષે તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકોને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું પડતું હોવાથી તેમના ક્રેડીટ સ્કોરને ઇફેકટ થાય છે.
  • આ મિત્રો જે એકઝીસ્ટીંગ ચાર્જ ચૂકવે છે તે ચાર્જ તેઓ તેમની કંપનીના ઓફિશિયલ ચાર્જથી ચૂકવી આપશે તેમ જણાવી ઓછી કિંમતે સર્વિસ આપવાની તેમણે ખાતરી આપી હતી.
  • તેમણે પેન્ટાગોન સર્વિસ કઇ રીતે મદદરૂપ થઇ શકે તેની માહિતી આપી હતી.

મંત્રી નિખિલ મદ્રાસીએ સેશનમાં ઉદ્યોગ સાહસિકોની મુંઝવણો અંગે દિશાસૂચન કર્યું હતું

  • ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
  • માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સેશનમાં ઉદ્યોગ સાહસિકોની મુંઝવણો અંગે દિશાસૂચન કર્યું હતું.
  • ગૃપ ચેરમેન બશિર મન્સુરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
  • ચેમ્બરની આઇટી એન્ડ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટી (ઇન્ટરનલ)ના કો–ચેરમેન પુનિત ગજેરાએ સમગ્ર સેશનનું સંચાલન કરી વકતા અભિલાષ દાસનો પરિચય આપ્યો હતો.
  • ચેમ્બરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કમિટીના કો–ચેરમેન શૈલેષ ખવાનીએ વકતા રાજ શાહનો પરિચય આપ્યો હતો.
  • સેશનમાં બંને વકતાઓએ આઇટી, ડિજીટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

આ પણ વાંચો – 

B.C. Sakhi Appoints And Kits/માંડવી તાલુકાની બહેનોને બી.સી. સખી નિમણુક અને કીટ વિતરણ

આ પણ વાંચો – 

Industrial Visit/ચેમ્બરના પ્રતિનિધિ મંડળે L & T કંપનીની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી

SHARE

Related stories

Latest stories