HomeEntertainmentDeepfake Technology: ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો...

Deepfake Technology: ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય-India News Gujarat

Date:

  • Deepfake Technology: સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે.
  • આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.
  • હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે.
  • લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે.
  • કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
  • ચાલો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.

ડીપફેક દ્વારા કેવી રીતે થાય છે ફ્રોડ

  • સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે.
  • આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.
  • હાર્ટ એટેક આવ્યો હોય તે લોકોએ આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ
  • આ કન્ફ્યુઝનને કરો દૂર, જાણો સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ વચ્ચેનું અંતર
  • દિવ્યાંગોની અનોખી કળા, દિવાળી સુશોભનની બનાવે છે વસ્તુઓ

ડીપફેકને કેવી રીતે ઓળખી શકાય

  1. જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
  2. કોલર તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
  3. કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
  4. જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં.

ડીપફેક કેવી રીતે બનાવવામાં આવે છે?

  • ડીપફેક વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ જે વ્યક્તિનો વિડીયો બનાવવો હોય તેના વાસ્તવિક ફોટા અને વિડીયો ડીપફેક વિડીયો બનાવવા માટે તૈયાર કરેલ ટૂલમાં મુકવામાં આવે છે.
  • એન્કોડર અને ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે.
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આ ફોટા અને વીડિયોનું વિશ્લેષણ કરે છે. આ રીતે ફાઈનલ વીડિયો આઉટપુટ મળે છે.

ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત

  • કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા તેની તપાસ કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
  • સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
  • જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.

તમે આ પણ વાંચી શકો છો :

Mundra Port: એક મહિનામાં 16 MMT કાર્ગો જથ્થાને હેન્ડલ કરવા માટે મુંદ્રા ભારતનું પ્રથમ બંદર

તમે આ પણ વાંચી શકો છો :

Royal Honor Ceremony”/વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો

SHARE

Related stories

Latest stories