- 14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે.
- રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે.
- ભારતે ગયા મહિને તેનું મિશન Chandrayaan-3 લોન્ચ કર્યું હતું.
- હવે રશિયા પણ તેનું મિશન ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
- મીડિયા રિપોર્ટ્સમાં રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, તેઓ 11 ઓગસ્ટે તેમનું મિશન લોન્ચ કરશે.
- રશિયાનું આ પહેલું ચંદ્ર મિશન નથી.
- રશિયા (Russia) 1976માં લુના-24 લોન્ચ કરી ચૂક્યું છે.
- ચંદ્રયાન-3 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એવી ચર્ચા છે કે રશિયાનું લુના-25 ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર પહોંચી જશે.
Chandrayaan-3 Vs Luna-25:રશિયન લુના-25 પાંચ દિવસમાં ચંદ્ર પર પહોંચશે
- 14 જુલાઈએ લોન્ચ થયેલું ઈસરોનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર પહોંચશે.
- રશિયામાં લુના-25ના પ્રક્ષેપણની તૈયારીઓ ચાલી રહી છે અને તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે. તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે.
- કહેવામાં આવી રહ્યું છે કે આ પોલ પર પાણી મળવાની પ્રબળ સંભાવના છે.
- રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના (Roscosmos) જણાવ્યા અનુસાર, લુના-25ને રશિયાના વોસ્તોચનના કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવશે, જે મોસ્કોથી 5,550 કિલોમીટરના અંતરે સ્થિત છે. તે માત્ર 5 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે.
5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે
- રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસનું કહેવું છે કે, લુનાને લોન્ચ કરવા માટે સોયુઝ-2 ફ્રિગેટ બૂસ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
- આ મિશનની વિશેષતા છે. લોન્ચિંગ બાદ લુના-25 માત્ર 5 દિવસમાં ચંદ્ર પર ઉતરશે.
- લગભગ 5 દિવસ ભ્રમણકક્ષામાં વિતાવ્યા બાદ તે ચંદ્ર પર ઉતરશે. તેનો ઉતરાણનો સમય લગભગ ભારતીય ચંદ્રયાન-3 જેટલો જ હોઈ શકે છે.
ભારત – ચંદ્રયાન–3 | રશિયા – લુના–25 |
લોન્ચ ડેટ – 14 જુલાઈ | લોન્ચ ડેટ – 11 ઓગસ્ટ |
ચંદ્ર પર પહોંચશે- 23 ઓગસ્ટ | ચંદ્ર પર પહોંચશે- 22 ઓગસ્ટ |
દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે | દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે |
14 દિવસ સુધી કામ કરશે | એક વર્ષ સુધી કામ કરશે |
કાર્ય: ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે અને ફોટોગ્રાફ્સ લેશે | કાર્ય: ચંદ્રની જમીનમાં ડ્રીલિંગ કરીને પાણી સહિત અન્ય જરૂરી ચીજોની શોધ કરશે |
શું છે મિશનનો હેતુ
- રશિયન મિશનનો હેતુ સોફ્ટ લેન્ડિંગ માટે ટેક્નોલોજી વિકસાવવાનો છે.
- ચંદ્રની આંતરિક રચના કેવી છે, તે સમજવું પડશે.
- આ સાથે ત્યાં પાણી અને અન્ય વસ્તુઓની શોધ તેના લક્ષ્યનો એક ભાગ છે.
- રશિયન એજન્સીને આશા છે કે લુના-25નું લેન્ડર ચંદ્રની સપાટી પર એક વર્ષ સુધી કામ કરશે.
આ પણ વાંચોઃ
Chandrayaan-3: ચંદ્ર ભારતથી થોડા જ દિવસો દૂર છે, ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને આગળ વધ્યું છે
આ પણ વાંચોઃ
Chandrayan 3 Shares First Pic:ચંદ્રયાન-3 સ્પેસ ક્રાફ્ટે મોકલી ચંદ્ર ની પહેલી ઝલક, જુઓ ચંદ્રનો Live