HomeGujaratArtificial Intelligence Fraud: જો તમારા મિત્ર કે સંબંધી રૂપિયા ની મદદ માંગે...

Artificial Intelligence Fraud: જો તમારા મિત્ર કે સંબંધી રૂપિયા ની મદદ માંગે તો સાવચેત રહો, AI દ્વારા અવાજ બદલી ને થાય છે ફ્રોડ, જુઓ Video-India News Gujarat

Date:

  • સાયબર ઠગ લોકોને છેતરવા માટે જુદી-જુદી યુક્તિઓ અપનાવતા રહે છે.
  •  ક્યારેક બેંક ડિટેલ, ક્યારેક ક્રેડિટ કાર્ડ તો ક્યારેક કોઈ સરકારી સ્કીમના નામે છેતરપિંડી થઈ રહી છે.
  •  હવે સાયબર ઠગ્સની નવી રીત છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.
  • લોકો પોતાના જીવનને સરળ બનાવવા માટે નવી નવી ટેક્નોલોજી શોધી રહ્યા છે.
  •  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence-AI) પણ આવી જ એક ટેક્નોલોજી છે. સાથે જ આ ટેક્નોલોજીનો દુરુપયોગ પણ શરૂ થયો છે.
  • સાયબર (Cyber Crime) ઠગ લોકોને છેતરવા માટે જુદી-જુદી યુક્તિઓ અપનાવતા રહે છે. ક્યારેક બેંક ડિટેલ, ક્યારેક ક્રેડિટ કાર્ડ તો ક્યારેક કોઈ સરકારી સ્કીમના નામે છેતરપિંડી થઈ રહી છે.
  • હવે સાયબર ઠગ્સની નવી રીત છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ.

Artificial Intelligence Fraud:કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી

  • AI દ્વારા તેઓ એવી ચતુરાઈથી છેતરપિંડી કરે છે કે લોકો તેના સરળતાથી શિકાર બની જાય છે.
  • ઠગ તમારા સંબંધી અથવા મિત્રના અવાજમાં તમારી સાથે વાત કરે છે.
  •  તમને પૈસાની લેવડ-દેવડ અથવા મુશ્કેલ સમયમાં મદદ માટે કહેવામાં આવે છે અને તમે તે અવાજને તમારા સંબંધી અથવા મિત્ર તરીકે માનીને છેતરપિંડીનો શિકાર બનો છો.

મદદનું કારણ આપીને પૈસાની માંગણી કરે છે

  • ઠગ પોતાને તમારો મિત્ર અથવા સંબંધી કહે છે અને તેમના અવાજમાં વાત પણ કરે છે.
  • જેના કારણે તમને વિશ્વાસ થઈ જાય છે અને તેઓ બીમારી કે અન્ય કોઈ મદદનું કારણ આપીને પૈસાની માંગણી કરે છે. લોકો ફોનમાં વાત કરનારાને પોતાનો મિત્ર કે સંબંધી માનીને ના પાડતા નથી અને રૂપિયા તેમને આપે છે. જ્યારે છેતરાયાની ખબર પડે છે ત્યારે લોકોને પસ્તાવો થાય છે.
  • જો તમને પણ આવા કોલ આવી રહ્યા છે તો સાવધાન થઈ જાવ.
  • કોલ કરનાર સાયબર ઠગ હોઈ શકે છે.
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી અવાજ બદલીને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે.
  •  મોટાભાગના કિસ્સાઓમાં, ફ્રોડ કરનારા કાકા કે મામા તરીકે ઓળખ આપે છે.
  •  ત્યારબાદ વિવિધ બહાના કહીને નાણાની છેતરપિંડી કરે છે. ફ્રોડ દ્વારા 10,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી થાય છે.

ફ્રોડથી બચવા શું સાવધાની રાખવી

  • કોઈના પણ અવાજને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બદલી શકાય છે.
  •  તેનાથી બચવા માટે લોકોએ જાગૃત બનવું પડશે.
  • સાયબર ઠગ ઘણીવાર ફોન કરે છે અને બોલે છે, ઓળખાણ પડે છે કે નહીં.
  • થોડા સમય વાત કર્યા બાદ લોકો તેને પોતાના સંબંધી માનવા લાગે છે અને પછી થાય છે રૂપિયાની લૂંટ. તેથી જ આવા ફોન કોલ આવે ત્યારે મદદ કરતા પહેલા એક વખત ક્રોસ ચેક કરવું જોઈએ.
  • જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
  • કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો
SHARE

Related stories

Latest stories