HomeGujaratTargeted Less Literate People: ATM માં મદદ કરવાને બહાને ઠગાઈ કરતી ગેંગ...

Targeted Less Literate People: ATM માં મદદ કરવાને બહાને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઇ, ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકોને કરતા ટાર્ગેટ – INDIA NEWS GUJARAT

Date:

Targeted Less Literate People: સુરત શહેર સહિત જિલ્લામાં ATMમાં રૂપિયા ઉપાડવા આવતા ATM કાર્ડધારકોની મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી છે. અને અનેક ગુણાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.

બે આરોપી પાસે થી 30 જેટલા ATM કાર્ડ મળ્યા

ATM માં વૃદ્ધ અને ઓછી જાણકારી વાળી વ્યક્તિ ને શિકાર બનાવીને મદદ ના બહાને ચીટિંગ કરતી ટોળકીને ના બે આરોપી ને પોલીસે ઝડપી પાડવ્મા સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા છેતરપિંડી આચરતા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ, એક બર્ગમેન મોપેડ, બે મોબાઈલ સહિત 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ATMમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખવામાં આવતા હતા. જ્યાં બાદમાં તે ATM કાર્ડથી અન્ય સ્થળે જઈ ATM માંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા.

Targeted Less Literate People: ચોરીના રૂપિયાથી મોજ શોખ અને બાઈક ખરીદી

આ ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘા મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોજશોખ પુરા કરતા હતા. ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછમાં બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે, જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે. પોતાના મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના, ડીંડોલી, પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે. જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શકયતા રહેલી છે.

તમે આ પણ વાંચી શકો છો:

‘If Himanta can book a chopper…’: Congress’s swipe at PM for not visiting Manipur: ‘જો હિમંતા હેલિકોપ્ટર બુક કરાવી શકે તો…’: મણિપુરની મુલાકાત ન લેવા બદલ કોંગ્રેસે પીએમ પર સાધ્યું નિશાન – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

JMM leader agrees to support Champai Soren as Jharkhand Chief Minister if…: જેએમએમ નેતા ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેનને સમર્થન આપવા સંમત થાય છે જો…: India News Gujarat

SHARE

Related stories

Latest stories