HomeGujaratTanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ,...

Tanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં ક્રિકેટરની પૂછપરછ – India News Gujarat

Date:

Tanya Singh Case Update : મોડલ તાનિયા સિંહની આત્મહત્યાના કારણ તપાસ. તાનિયાના મોબાઈલ માંથી અભિષેકના ફોટા હતા મળ્યા.

અભિષેક શર્માને સમન્સ પાઠવવામાં આવ્યું હતું

મોડલ તાનિયા સિંહના મોત સાથે પંજાબના ક્રિકેટર અભિષેક શર્માનું નામ જોડાયું છે. લોકો તેના વિશે શોધ કરી રહ્યા છે. મોડલ તાનિયા સિંહની આત્મહત્યા બાદ અભિષેક શર્માને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અભિષેક સુરતના વેસુ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં તેની ચાર કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં.

Tanya Singh Case Update : ચાર કલાક સુધી અભિષેકે પોલીસ સમક્ષ તાન્યા અને તેના સંબંધ વચ્ચે નિવેદન આપ્યા હતા

મોડલ તાનિયા સિંહ ના આત્મહત્યા મામલે IPL ક્રિકેટર અભિષેક શર્મા ને પોલીસ સમન્સ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.. અભિષેક પોલીસના સવાલોના જવાબ માટે સુરત ખાતે આવ્યો હતો.. અભિષેકને પોલીસે અનેક સવાલો કર્યા હતા જેમાં તે ક્યારથી તાન્યાને જાણતો હતો ? કઈ રીતે મળ્યો ? અને તેમના સંબંધો શું હતા ? આવા અનેક સવાલો અભિષેકને પૂછવામાં આવ્યા હતા. તાન્યા આપઘાત બાદ અભિષેક સાથે તેના કેટલાક ફોટો વાયરલ થયા બાદ પોલીસે અભિષેકને સમન્સ પાઠવી પોલીસ મથકે બોલાવ્યા હતા. આશરે ચાર કલાક સુધી અભિષેકે પોલીસ સમક્ષ તાન્યા અને તેના સંબંધ વચ્ચે નિવેદન આપ્યા હતા તેણે જણાવ્યું હતું કે આપઘાત સમયે તે તાન્યા સાથે સંપર્કમાં નહોતો. મહત્વપૂર્ણ છે કે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એલિગન્સ રેસીડેન્સીમાં રાજસ્થાનની તાનિયા નામની 28 વર્ષીય મોડેલે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મોડલના આપઘાતના બે સપ્તાહ વિતવા છતાં તેના આપઘાતનું સાચુ કારણ જાણી શકાયું નથી. આ વિષે અમારા સહયોગી અમિત રાજપૂતે માહિતી આપી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Elections 2024 : ફારુક અબ્દુલ્લાની NC કાશ્મીરમાં એકલા ચૂંટણી લડશે, મહેબૂબા મુફ્તીની PDPને વધુ બેઠકો નહીં મળે


SHARE

Related stories

Latest stories