HomeGujaratSuryakiran Air Show : રાષ્ટ્રીય ગૌરવની લાગણી થકી આગામી પેઢીને પ્રેરણાં આપવાનો...

Suryakiran Air Show : રાષ્ટ્રીય ગૌરવની લાગણી થકી આગામી પેઢીને પ્રેરણાં આપવાનો સૂર્યકિરણ નો અનેરો એર શો – India News Gujarat

Date:

Suryakiran Air Show : ફાઈટર એરક્રાફટના હવામાં દિલધડક સ્ટંટ જોવા માટેનો અનેરો અવસર. નવયુવાનો ભારતીય સૈન્ય સેવામાં જોડાય તે માટે પ્રેરિત કરવાનો સ્તુત્ય પ્રયાસ. તા. ૨૦મી જાન્યુઆરીના રોજ ભારતીય વાયુ સેનાની ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ. દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલધડક એર-શો દ્વારા ગગન ગજવશે. આ ઈવેન્ટ બધા માટે છે. પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે. સમય બપોરે ૩ થી ૪:૩૦નો રહેશે.

એશિયાની એકમાત્ર ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ

જિલ્લા વહીવટી તંત્ર,ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ). અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી)ના સંયુક્ત ઉપક્રમે શનિવાર. તા. ૨૦મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરે ૩ થી ૪:૩૦ દરમિયાન. રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ – દહેજ રોડ. અને દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે, દહેગામ, ભરૂચના મુંબઈ – દિલ્હી હાઇવે જંક્શન પર આયોજન કરવામાં આવેલ છે. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર ૯ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે.

સૂર્યકિરણ એર શો પાછળનો ઉદેશ્ય…

  • સૂર્યકિરણ એર શો નાગરિકોને ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુ સેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પુરી પાડે છે.
  • તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કરકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે.
  • આ ઇવેન્ટ બધા માટે છે,પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે.
  • જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને આ અદભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે.
  • એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળવેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણાં આપવાનો છે.

Suryakiran Air Show : શું છે સૂર્ય કિરણ એરોબેટીક ટીમ?

  • સૂર્યકિરણ એ ભારતીય વાયુ સેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે.
  • આ ટીમમાં કુલ 9 B A e H a w kM k132 એરક્રાફ્ટ શામેલ છે જે કર્ણાટકના બિદર એરબેઝથી ઓપરેટ કરે છે.

ઇતિહાસ :

  • ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ 1982 માં એર ફોર્સની ગોલ્ડન જયુબિલીના પ્રસંગે રચવામાં આવી હતી.
  • 1990 માં આ ટીમને પુનઃ સ્થાપિત કરીને 4 ભારતીય બનાવટના H A L H JT 16 કિરણ M k II જેટ ટ્રેનરનો તેમાં શમાવેશ થયો હતો.
  • 27 મે, 1996 માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને “સૂર્ય કિરણ” નામ આપવામાં આવ્યું હતું.
  • ત્યાર બાદ તેમનું પ્રથમ નિદર્શન 8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના દિવસની ઉજવણીમાં પાલમ ખાતે કરવામાં આવ્યું હતું.
  • ત્યાર બાદ આ ટીમમાં કુલ 9 વિમાનોને રાખવામા આવ્યા હતા.
  • વર્ષ 2001માં સૌ પ્રથમ વાર શ્રીલંકા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને પરફોર્મ કર્યું હતું.
  • 2010માં ટેકનિકલ કારણોસર આ ટીમ વિસર્જિત કરવામાં આવી હતી.
  • વર્ષ 2015 માં B A eH a w k M k 132 એસએટીએચઇ સૂર્ય કિરણ ટીમની પુનઃ રચના કરવામાં આવી હતી.

પ્રદર્શન:

  • સૂર્ય કિરણ ટીમ દેશ વિદેશમાં વિવિધ પ્રસંગોએ એર શો નિદર્શન કરે છે અને ભારતીય વાયુ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય, નવયુવાનો ભારતીય સૈન્ય સેવાઓ જેમ કે ભારતીય વાયુ સેના, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, અગ્નિવીર જેવામાં જોડાય તે માટે પ્રેરિત કરે છે.
  • સૂર્ય કિરણ ટીમ દ્વારા દેશની વિવિધ જગ્યાઓ જેમ કે કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપના આયોજનમાં, ભોજ તાલ – ભોપાલ, પિન્ક સિટી જયપુર,ડિંડીગુલ ખાતે પરેડ મેદાન, જમ્મુ, પ્રયાગરાજ, મૈસુર, અંબાલા, હાલવારા, નેશનળ ડિફેન્સ એકેડમી, એર ફોર્સ એકેડમી એમ વિવિધ સ્થાનો પર એર શો કરેલ છે.
  • ઉલ્લેખનીય છે કે આ વિમાન ઉડાડતી વખતે અને ખાસ કરીને દિલધડક સ્ટંટ કરતી વખતે પાઇલોટ દ્વારા 5g -6g જેટલો ગુરુત્વ પ્રવેગનો અનુભવ થાય છે.
  • ભરૂચની દેશપ્રેમી જનતા તરફથી દેશની રક્ષક ભારતીય વાયુ સેના અને સૂર્ય કિરણની ટીમને સો સો સલામ!

તમે આ પણ વાચી શકો છો :

Probe agency summons Lalu Yadav, son Tejashwi in money laundering case: મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીએ લાલુ યાદવ અને પુત્ર તેજસ્વીને સમન્સ પાઠવ્યા

તમે આ પણ વાચી શકો છો :

Holiday in schools across Madhya Pradesh on Jan 22, day of Ram temple opening: 22 જાન્યુઆરીએ રામ મંદિર ખુલવાના દિવસે સમગ્ર મધ્યપ્રદેશની શાળાઓમાં રજા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories