Take Off Book Launch : પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટલે કર્યું વિમોચન. પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતત પ્રયત્ન બાદ સફળતા મળી.
ટેક ઓફ નામનું કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું
વાત કરીએ સુરત એરપોર્ટની તો.. સુરતના સરસાણા ખાતે સુરતનું ટેક ઓફ નામનું કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું. આ બુકનું વિમોચન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ દ્વારા લોન્ચ કરાયું. જેમાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા ઉદ્યોગપતિએ આ કાર્યક્રમમાં જોડાયા હતા
સુરતની વસ્તી વિસ્તાર સહિત ઉધ્યોગિક વિકાસ સાથે આર્થિક સમૃદ્ધ ગણાતા. સુરતમાં લાંબી લડત લડીને એરપોર્ટ મેળવવામાં આવ્યું હતું. પણ એરપોર્ટ મળ્યા બાદ પણ કનેક્ટિવિટી મળતી ના હતી. જેના લીધે પણ સુરતમાં લાંબી લડાઈ લડવામાં આવી હતી.. છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે સુરત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની માંગણી ચાલતી હતી. ત્યારે આ સંદર્ભે જે તે સમયમાં સાંસદ સી આર પાટીલ દ્વારા ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હતી. અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ બાબતે નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ સુરતની જનતા ની માંગણીને લઇ અને સી આર પાટીલની રજૂઆતો બાદ. અંતે સુરતને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કરવામાં આવ્યું. ત્યારે તે ઉપલક્ષમાં આ કોફી ટેબલ બુકના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો. સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિએ આ કાર્યક્રમમાં જોડાયા હતા. સાંસદ સીઆર પાટીલના હસ્તે જ્યારે આ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું. ત્યારે તેમને ત્યાં હાજર સૌ કોઈનો અને સુરતી જનોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
Take Off Book Launch : હાજર તમામ લોકો એક ગર્વનું અનુભવ પણ કરી રહ્યા હતા
કોફી ટેબલ બુકના વિમોચન બાદ ત્યાં હાજર તમામ વર્ગના લોકો સાથે સી આર પાટીલે મુલાકાત પણ લીધી હતી. અને તેમની સાથે ફોટો પણ પડાવ્યા હતા. જે જોઈ ત્યાં હાજર તમામ લોકો એક ગર્વનું અનુભવ પણ કરી રહ્યા હતા. ત્યાં હાજર લોકોમાં એવી પણ ચર્ચાઓ થતી હતી કે નજીકના સાંસદ છે. અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ છે અને કોઈપણ જાતનો ભેદભાવ કર્યા વગર જ્યારે તેઓ આપણી સાથે આવી રીતે મળી રહ્યા છે. તે જોતા સ્પષ્ટ લાગે છે કે અમારી સાથે કોઈ સાંસદ નથી પરંતુ આપણા નજીકના જ કોઈ મિત્રો હોય એવું લાગી રહ્યું છે. આ કાર્યક્રમના વિમોચન દરમિયાન સાંસદ સી આર પાટીલ સાથે સાથે. ધારાસભ્ય કોર્પોરેટરો યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે મંચ પર જોડાયા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Lok Sabha Election 2024: CM બેનર્જીના નિર્ણયથી ઇન્ડી ગઠબંધન નારાજ, જયરામ રમેશે કહ્યું આ
તમે આ પણ વાંચી સકો છો :
PM MODIએ SPના કિલ્લા પરથી ગર્જના કરી, આઝમગઢને વિકાસનો ‘ગઢ’ ગણાવ્યો