HomeGujaratસુરત: વધતા જતા ગુનાઓને રોકવા સુરત પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ...

સુરત: વધતા જતા ગુનાઓને રોકવા સુરત પોલીસ એક્શન મોડમાં, સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ-INDIA NEWS GUJARAT

Date:

Surat police in action mode to curb rising crime, crackdown on criminals conducting checks in sensitive areas-LATEST NEWS

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ચોરી, લૂંટ, મારામારી, હત્યા, દુષ્કર્મ જેવી ઘટનાઓને લઈ સુરતવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.-LATEST NEWS

થોડા સમય અગાઉ એક તરફી પ્રેમમાં સુરતની દીકરી ગ્રીષ્માની થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઘટના બાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે અને મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચારોને અટકાવવા, તેમજ ગુનાખોરીને ડામવા માટે સુરત જિલ્લા પોલીસે કેટલાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.ખાસ કરીને પલસાણા તાલુકાના કડોદરા, તાંતીથૈયા, વરેલી અને જોળવા જેવા વિસ્તારોમાં અસામાજિક તત્વો ગુનાઓને અંજામ આપે છે.LATEST NEWS

ત્યારે આ ગુનાઓને અટકાવવા માટે રેન્જ આઈ.જી. રાજ કુમાર પાંડિયન તેમજ જીલ્લા પોલીસ વડા ઉષા રાડા દેસાઈના માર્ગદર્શન હેઠળ મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારને રોકવા માટે સુરત જિલ્લા LCB – SOG સહિત જિલ્લાની પોલીસને સાથે રાખી સેન્સેટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.LATEST NEWS

પોલીસની આ કામગીરીને લઈ ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન 5 જેટલા ઈસમો ઘાતક હથિયારો તેમજ રોમિયો સ્ટાઇલની મોટરસાયકલ સાથે ઝડપાયા હતા.LATEST NEWS

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Latest stories