HomeGujaratSurat SMC Will hold a competition to paint the walls of the...

Surat SMC Will hold a competition to paint the walls of the societies : સોસાયટીઓની દિવાલો પર પેઇન્ટિંગ કરવા સ્પર્ધા યોજશે – India News Gujarat

Date:

Surat SMC દ્વારા થીમ બેઝ Painting ની સ્પર્ધા યોજાશે – India News Gujarat

Surat SMC સ્વચ્છતા સર્વેક્ષણ -2022 માં સુરતને દેશમાં પ્રથમ ક્રમ અપાવવાના ભાગરૂપે હાલ Surat શહેરની જાહેર મિલકતો પર Surat SMC , ગુજરાત રાજ્ય ,ભારત દેશ સંબંધી સુત્રો સાથે થીમ બેઇઝ Painting ક૨વામાં આવી રહ્યા છે . સમગ્ર શહેરમાં આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને શહેરને આકર્ષક લૂક આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે .તમામ બ્રિજ , સરકારી મિલકતોની કમ્પાઉન્ડ વોલો પર Painting ની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે હવે મનપાએ આ થીમ બેઝ Painting માં શહેરીજનોને પણ જોડવાનો નિર્ણય કર્યો છે . Surat SMC દ્વારા હવે થીમ બેઝ Painting ની સ્પર્ધા યોજવામાં આવશે . – Latest News

શહેરને સુંદર અને આકર્ષક બનાવવા માટે Surat SMC નું આયોજન – India News Gujarat

સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું કે , શહેરની કોઇપણ રહેણાંક – બિનરહેણાંક મિલકતો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર સ્વખર્ચે વેધરપ્રૂફ કલરથી 100 ચો . ફૂટથી વધુ વિસ્તારમાં શહેરને સુંદર અને આકર્ષક બનાવવા માટે મનપાના પોતાના પ્રયત્નો ઉપરાંત નગરજનોનો ફાળો મળે તો શહેરને વધુ સુંદર બનાવી શકાય તેમ છે . આ કારણથી નગરજનોને સોસાયટીઓને આ સ્પર્ધામાં જોડવામાં આવશે. – Latest News

  • આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ 2પ Painting ની એન્ટ્રીઓ પૈકી જ્યુરી દ્વારા પ્રથમ ત્રણ નંબર આપવામાં આવશે.
  • પ્રથમ ક્રમને 1 લાખ, બીજા ક્રમને 50 હજાર અને ત્રીજા ક્રમાંકને 21 હજાર રૂપિયા ઇનામ Surat SMC દ્વારા આપવામાં આવશે .
  •  આ Painting સ્પર્ધામાં ભાગ લેનાર તમામ રહેણાંક–બિનરહેણાંક મિલકતોને પ્રોત્સાહનરૂપે પાંચ હજાર રૂપિયાના પ્રોત્સાહક ઇનામની ફાળવણી કરવામાં આવશે .
  • આ સ્પર્ધામાં Surat SMC તેમજ રાજ્ય અને દેશની અલગ અલગ થીમ પર સ્વખર્ચે સોસાયટીએ Painting કરાવવાનું રહેશે.
  •  પ્રથમ 20 Paintingની એન્ટ્રીઓ વચ્ચે સ્પર્ધા થશે.
  • આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર Painting ની રોકડ ઇનામ અપાશે.

આમ શહેરીજનો પણ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે પોતાનું યોગદાન આપી શકે તે આશયથી Surat SMC દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરીજનોમાં પણ હાલ ઉત્સાહ દેખાઈ રહ્યો છે.  શહેર આખાને ખુબસુરત Painting થી રંગીને સુરતની સુંદરતામાં વધારો કરવાની દિશામાં મહાનગરપાલિકા હવે શહેરીજનોના સાથ સહકારથી આગળ વધવા માંગે છે. – Latest News

તમે આ વાંચી શકો છો: surat metro rail project : વિશ્વમાં ક્યાંય નહીં હોય તેવા સ્ટેશન સુરતમાં Metro Rail માં બનાવવામાં આવશે

તમે આ વાંચી શકો છો: Surat Police CCTV- 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી

 

SHARE

Related stories

Latest stories