HomeGujaratsurat RTO એ 1000થી વધુ લાયસન્સ રદ્દ કર્યા-India News Gujarat

surat RTO એ 1000થી વધુ લાયસન્સ રદ્દ કર્યા-India News Gujarat

Date:

surat RTOએ 1070 લાયસન્સ રદ કર્યા  

 surat RTO ધ્વારા ભયજનક રીતે વાહન ચલાવતા પકડાયા હોય તેવા વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. અને સુરત આર ટી ઑ એ કુલ 1070 લાયસન્સ રદ કર્યા છે. -India News Gujarat

બેફામ વાહન હંકારનાર અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં લોકો સામે સુરત આર ટી ઑ એક્શન મોડ માં આવી છે.સુરત આર ટી ઑ ધ્વારા ભયજનક રીતે વાહન ચલાવતા પકડાયા હોય અને ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા સહિત ના લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

ટ્રાફિક શાખા ધ્વારા સ્પેસિયલ ડ્રાઈવ નું આયોજન

  • 1,070 લાયસન્સ ધારકોના લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

શહેરમાં થતાં ગંભીર અકસ્માતો, ફેટલ અકસ્માત થવા પાછળ નું કારણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી,વગેર હોય છે. જેથી આવા કારણોથી બનતા અકસ્માતો અટકાવવા ટ્રાફિક શાખા ધ્વારા સ્પેસિયલ ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.

જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન કરતાં કુલ્લે 2,117 વાહનો ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને રિપોર્ટ કરાયો હતો. જે પૈકી આર ટી ઑ ધ્વારા 1,070 લાયસન્સ ધારકોના લાયસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને જો વાહન ચાલકો ફરી વાર આ ભૂલ કરશે તો તેઓનું લાયસન્સ કાયમ માટે રદ કરવાનું આર ટી ઑ અધિકારી એ જણાવ્યુ હતું.

તમે આ વાંચી શકો છો: Surat Corporation માં 2897 કર્મચારીઓની જગ્યા ખાલી

તમે આ વાંચી શકો છો: Surat Airport : સુરત એરપોર્ટથી શા માટે નાખુશ છે હવાઈ યાત્રા કરતા મુસાફરો 

SHARE

Related stories

Latest stories