HomeGujaratSurat Railway Station Incident : સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-3 પરની ઘટના, ચાલુ ટ્રેનમાં...

Surat Railway Station Incident : સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-3 પરની ઘટના, ચાલુ ટ્રેનમાં ચઢવા જતું વૃદ્ધ દંપતી ગેપમાં ફસાયું – India News Gujarat

Date:

Surat Railway Station Incident : પોલીસે અને અન્ય પેસેન્જરો દ્વારા બંનેને ખેંચી લીધું. મોડા પડતાં ઉતાવળ ભારે પડી, સદનસીબે બચી ગયા.

પોલીસના ASI દ્વારા વૃદ્ધ દંપત્તીનો જીવ બચાવ્યો

સુરતના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. જો કે દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના ASI દ્વારા વૃદ્ધ દંપત્તીનો જીવ બચાવ્યો હતો. સુરત રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપત્તી ફસડાઈ પડ્યું હતું.

કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી

સુરત રેલવે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુન્તલા દેવી પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચ્યા હતા. જોકે કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી. જેથી જયપુર પુણે એકસપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઇ ઈસરાર બૈગ ત્યાં પહોંચે છે. અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના ASIની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપત્તીનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. પ્લેટફોર્મ અને કોચ વચ્ચે ફસાયેલા દંપત્તી જોઈ ASI ઈસરાર બેગ તરત જ તેમને કાઢવા માટે પ્રયત્ન કરે છે અને મુસાફરો પણ મદદ માટે આવે છે.

Surat Railway Station Incident : ASI ઈઝરાર બેગે પોતાનો જીવ જોખમમાં મુકીને હિંમત પૂર્વક બચાવી લીધું

આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. આરપીએફના જવાન જેઓ બોરીવલી ઝોનના છે. આ વૃદ્ધ દંપત્તીને ASI ઈઝરાર બેગે પોતાનો જીવ જોખમમાં મુકીને હિંમત પૂર્વક બચાવી લીધું હતું. જો સમયસર ASI ઈસરાર બેગ ત્યાંથી પસાર ન થયા હોત તો મોટી દુર્ઘટના બની ગઈ હોત. ASI અને રેલ્વે પોલીસ હંમેશાથી લોકોને આવી બાબતમાં સતર્ક રહેવા જણાવે છે. અને ચાલતી ટ્રેનમાં પોતાનો જીવ જોખમમાં મૂકી ન ચડવા માટે વિનંતી પણ કરતી હોય છે. આરપીએફ વેસ્ટર્ન રેલ્વે દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આરપીએફ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિડીયો 11મી ફેબ્રુઆરી 2024નો છે.

તમે આ પણ વાંચી શકો છો:

Pakistan Elections 2024: પાકિસ્તાનમાં ધાંધલધમાલના વિરોધમાં ઉમેદવારોએ તેમની જીતેલી બેઠકો છોડી દીધી, ચૂંટણી રદ કરવાની માંગ કરી 

તમે આ પણ વાંચી શકો છો:

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકીય ગરબડમાં ફસાયેલી કોંગ્રેસ! પૂર્વ સીએમના રાજીનામા બાદ આ 18 ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે 

SHARE

Related stories

Latest stories