HomeGujaratsurat માંથી બાંગ્લાદેશીઓને ભારત માં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું-India News Gujarat

surat માંથી બાંગ્લાદેશીઓને ભારત માં ઘુસાડવાનું રેકેટ ઝડપાયું-India News Gujarat

Date:

surat રેલવે પોલીસે મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું 

surat રેલવે સ્ટેશન પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજના આધારે સુરતમાં રહેતા હતા.-India News Gujarat

  • હાવડા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા
  • બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા

surat રેલવે સ્ટેશન પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા ઘણા સમય થી સુરત જિલ્લાના સાયણ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. સુરત રેલવે પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કે એમ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 25 એપ્રિલે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે.સોલંકી અને ભારતીબહેન રોહિત સાથે પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બે પુરુષ અને ત્રણ મહિલા શંકાસ્પદ મળી આવ્યા હતા.પોલીસ સ્ટાફે તેને રોકીને પૂછપરછ કરી હતી. જેમાં તેઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

પોલીસે તેમને પોલીસ મથક લાવીને સઘન પૂછપરછ શરૂ કરી હતી.જેમાં તેમણે પોતાના નામ 26 વર્ષીય પરવેઝ આયબા મિર્ઝા, 20 નયોન રૂત્રા મોસીર મૌલા, 18 વર્ષીય બિસ્તી અખ્તર, 19 વર્ષીય ફતેમાં ખાતુન અને 20 વર્ષોય ફરઝાન જણાવતા તેમની ધરપકડ કરી છે.જે હાવડા ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. આ તમામ surat જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ કરતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે.-India News Gujarat

બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકો ફરાર

surat રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિએ નાગરિકોને બનાવીટી રીતે આધાર કાર્ડના દસ્તાવેજ બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એક આધારકાર્ડ ના રૂ 1500 લેતો હતો. આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર જાહેર કરાયા છે. surat રેલવે પોલીસે મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.-India News Gujarat

તમે આ વાંચી શકો છો: widow pension scheme: ગંગાસ્વરૂપ બહેનોનો આધારસ્તંભ બની પેન્શન સહાય

 

SHARE

Related stories

Latest stories